________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
આતર, કોઈક રેશને માટે, કઈ ધનાદિકને પ્રાપ્ત કરવા માટે, કોઈક દગાની ખાતર, કઈક આબરૂ-પ્રતિષ્ઠાની ખાતર, કોઈક પરણવા માટે, અન્યજનેની પાસે કામ કરાવવા માટે પણ સંબંધ બાંધે છે, કેઈક વળી બીજાની પાસેથી ધનાદિક પડાવી લેવાની ખાતર સંબંધ બાંધે છે પરંતુ આત્માના ગુણેને આર્વિભાવ કરવા માટે દેવગુરુધર્મની સાથે સંબંધ બાંધનાર કેઈક વિરલ પુરુષે હોય છે અને તેવા વિરલ પુરુષ જ આત્મસ્વરૂપને ઓળખી, મેહમમતાનો ત્યાગ કરી, પરમ સુખને મેળવવા સમર્થ બને છે.
સ્વાર્થ ખાતર બાંધેલો સંબંધ અલ્પકાલીન અને ક્ષણભંગુર હોવાથી સત્ય સુખને અનુભવ કદાપિ મળતું નથી. સત્ય સુખનો અનુભવ તે, નિઃસ્વાર્થ ભાવે બાંધેલા સંબંધથી જ પ્રાપ્ત થાય છે. સ્વાર્થમાં ચિત્તા, ભય અને ખેદ સમાએલ છે. અને નિવાર્થમાં નિયતા–ઉદારતા–ઉત્સાહ અને આનંદ રહેલ છે માટે નિઃસ્વાર્થને કેળવે.
જે સ્વાર્થમાં દગ-પ્રપંચ, ભયંકરતા અને શુષ્કતા-કંકાસ, કલહ-નિદા વિગેરે રહેલા છે. તે સંબંધ બાંધીને જેઓ સુખની અભિલાષા રાખે છે, તેઓની આકાશનું ફૂલ મેળવવા જેવી અભિલાષા જાણવી. પરોપકાર અગર પરમાર્થમાં જે વસ્તુ મળવાની હોય તે સ્વાર્થમાં કયાંથી મળી શકે ? છતાં સાથીજને, સ્વાર્થ સાધવામાં સુખના સાધને મળશે, એ આશાએ ડધામ કરતા માલુમ પડે છે. ૧૦૮, સંસારના વ્યવહારમાં વિડમ્બનાનો પાર નથી.
For Private And Personal Use Only