________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
વાપરવામાં આવે છે તે જ શક્તિને તેને ત્યાગ કરવામાં વાપરવામાં આવે તે જે સુખની ઈરછા છે તે પૂરી થાય, અને અનંત સુખ આપોઆપ આવી મળે. તમે જે સુખને માર્ગ સવીકાર્યો છે તે સાચે માર્ગ નથી, પણ ઉમાર્ગ છે; કેઈપણ સમયે જે સુખને માર્ગ લીધે છે તેને ત્યાગ કર્યા વિના સાચું સુખ પ્રાપ્ત થવાનું નથી. માટે અત્યારથી સમજી તેવા વિષયિક સુખની માયા–મમતાને ત્યાગ કરે તે હિતાવહ છે.
સ્વાદથી સુખ મળતું હોય તે તમે સુંદર રસવતી અધિક પ્રમાણમાં ખાઓ તે પણ અધિક સુખ મળવું જોઈએ, પણ અધિક રસઈ ખાતાં અકળામણ થાય અગર શરીરે વ્યાધિ ઉત્પન્ન થાય છે, અકળામણ આવે છે ત્યારે વ્યાધિને દૂર કરવા દવા લે છે, અનેક ઉપાય કરીને થએલા દુઃખને શમાવવા પ્રયત્નશીલ બને છે, પરંતુ જ્યારે અ૫ પ્રમાણમાં ખાવામાં આવે તે જ તે દવા લાગુ પડે અને પીડા ટળે એટલે અલ્પ પ્રમાણમાં ખાવાથી કાંઈક શાંતિ રહે છે તે પછી જ્યારે નિરાહારીપણું પ્રાપ્ત થાય ત્યારે કેવી શાંતિ રહેશે તેને વિચાર કરવું આવશ્યક છે. કહેવાનું એ જ છે કે વિષયવૃત્તિમાં સુખ જ નથી, પણ પાંચ ઈન્દ્રિયના વિકારોને કાબૂમાં રાખવા માટે વાદને ત્યાગ કરે તે જ હિતકર છે, કષાય અને વિષયવૃત્તિથી તે અનંતકાલ સુધી ચારે ગતિમાં અને રાશી લાખ નિમાં પરિણામણુ વારે વારે થયું, પણ સુખ ન મળતાં સંકટ આવીને ઉપસ્થિત થયાં. તે માટે સવાદને ત્યાગ કરવાની જરૂર છે. વાર્થને સાધવા ખાતર તેમએ કાંઈક પાપસ્થાનકે કર્યાઈક કપટ-કળાઓ કરી વિવિધ પ્રકારની ઉથલપાથલ કરી
For Private And Personal Use Only