________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩ ૮૧. જેઓ આત્મિક ગુણનું નિરન્તર સ્મરણ કરે છે તેઓ તીર્થકર મહારાજાના ગુણેને ભૂલતા નથી, અને તેમના જેવા ગુણેને મેળવવા સર્વ શક્તિઓને વાપરે છે. પણ જડ પદાર્થોના ગુણેમાં રાચીમાચી રહેલાઓને અને તેઓનું સ્મરણ કરતા જનેને પોતાના આત્મિક ગુણોની યાદી કયાંથી આવે ? એ તે જ્યારે સદુપદેશ શ્રવણ કરવાને વખત લે ત્યારે અને રુચિ જાગે ત્યારે આત્મિક ગુણોની કાંઈક યાદી આવે, પણ વિષયસુખના સંસ્કાર હોવાથી પાછો ભૂલી જાય; આ પ્રમાણે ભૂલો કરતાં ઘણું ભવ કરે ત્યારે કાંઈક આત્મિક ગુણેના સંસ્કાર પડે છે, આસક્તિ ઓછી થતાં આત્મિક ગુણનું સ્મરણ ભૂલાતું નથી, અને મરણ થતાં જિનેશ્વરના ગુણે જેવા પોતાના ગુણેને પ્રાપ્ત કરવા રુચિપૂર્વક પ્રયાસ થાય. તમારી ઈરછાઓ-આશાઓ-અને તૃષ્ણ કદાપિ તૃપ્ત થવાની નથી. ભલે પછી દેવેની સંપત્તિ મળે, તે પણ તૃષ્ણા ઘટવાની નહી જ; પરંતુ જ્યારે આત્મિક ગુણેને મેળવવા આદર થશે ત્યારે દુનિયાની તૃષ્ણાઓ ઓછી થવાની અને તજજન્ય આધિ, વ્યાધિ અને ઉપાધિઓ ઘટવાની; માટે નિરન્તર આત્માના ગુણેનું મરણ કરવું તે આવશ્યક છે. જે સામાયિક-પ્રતિક્રમણ-પોષધાદિક ક્રિયા કરવાની શાસ્ત્રકાર મહારાજાએ કહી છે તે પણ આત્મિક ગુણના મરણ માટે અને વિષય-કષાયની આસક્તિ ઓછી કરીને આત્મિક ગુણો મેળવવાને માટે જ આત્મિક ગુણોને આવિર્ભાવ થયા સિવાય કદાપિ પ્રાણીઓની આધિ, વ્યાધિ અને ઉપાધિઓ ખસવાની નથી અને વિડંબનાઓ ટળવાની નહી, માટે વખત કાઢીને બે ઘડી પણ આત્મિક ગુણનું સમરણ કરતાં
For Private And Personal Use Only