________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ બળ વધ્યા પછી દીનતા-હીનતા વિગેરે ભાસતા નથી, તેથી સત્ય ઘર-અગર રહેવાનું સ્થલ કર્યું છે કે નહી તેની વિચારણા જાગ્રત્ થાય છે–જાગ્રસ્ત થયા પછી બલ ફેરવવાપૂર્વક સત્ય સ્થાન તરફ ગમન કરી શકાય છે.
તમારા ઘરમાં કે શરીરમાં મારાપણાની જે કલ્પના છે તે સાચી નથી, કારણ કે તમારા ઘરમાં રહેવાને માટે આપેલી ઓરડીમાં રહેતી દાસી પણ બીજાને કહેશે આ મારી જગ્યા છે. બીજાને તેમાં આવવાનો અધિકાર નથી. તેમજ તમારી પત્ની તથા પુત્ર-પુત્રી તેમજ તમારા ઘરમાં ઘર કરીને રહેલા ઉંદરબીલાડી પણ માને છે, કે આ અમારું સ્થાન છે. અન્યત્ર પરિભ્રમણ કરીને તમારા જ ઘરમાં કરેલા સ્થાનમાં આવીને રહેશે. કહે હવે તમારું એકલાનું ઘર છે? હરગીજ નહી. છતાં મારું મારું કરીને શા માટે મલકાવ છે ? અને અહંકારપૂર્વક મમત્વને ધારણ કરો છો. તમારા શરીરમાં રહેલ કરમીઆઓને વાણી હોય તે આમ કહી શકે-આ શરીર પણ અમારું ઘર છે, માટે તેને અમે મૂકવાના નહી. આ પ્રમાણે પિતાનું નહી હોવા છતાં ઘર અને શરીરને મનુષ્ય પોતાનું માની બેઠેલા છે તે અચંબે ન કહેવાય ?
૮૦. શૂરવીર અને અહિંસક રાજાની નજર પડતાં, હિંસકે હિંસા કરતાં ગભરાઈને નાસી જાય છે એટલે હિંસા કરતા નથી. તેમજ સત્યવાદી શુરવીર આગળ અસત્ય બોલતાં પાછા હઠે-બેલી શકતા નથી અને ભયભીત બની ભાગતા રહે છે. તથા બલવાન સંપત્તિમાનની નજરે ચોરી કરતાં ચારે પાછા હઠે છે એટલે ચોરી કરી શકતા નથી તેમજ સદાચારી
For Private And Personal Use Only