________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
આગ-બગીચાને પિતાને કહે છે તે પ્રમાણે તમારા પુત્ર– પુત્રાદિ પરિવાર તેમજ તમારા માતપિતાદિ પશુ તે ઘર વિગેરેને પોતાના જ માને છે અને કોઈ પૂછે તે કહે છે કે
આ ઘર-આ બંગલે-આ બાગ અમારે છે–તમોએ તે વસ્તુઓ ઉપર માલિકી ધારણ કરી; પણ તે બાગ-બગીચામાં પણ અન્ય પ્રાણીઓએ નિવાસ કરેલ હોય છે. બીલાડા-ઉંદર-ગીરેલીકરાળીઆ વિગેરે પ્રાણુઓ તેમાં આનંદથી રહેલ હોય છે. ચકલાં-પારેવા વિગેરે પણ મારું માનીને ઘર કરતાં માલુમ પડે છે, તે પછી “આ ગૃહ વિગેરે મારા પોતાના જ ” એ કહેવું વૃથા છે. વસ્તુતઃ તે તમારાં નથી જ. જે તમારા હોય તે,
જ્યાં ગમન કરે ત્યાં સાથે ને સાથે આવવા જોઈએ. પણ કઈ સાથે આવતું ન હોવાથી–તે તમારું છે જ નહી; છ ખંડની સાહાબી-સંપત્તિ હોય તે પણ મનની ચિન્તા તેમજ કર્મોદયે ઉત્પન્ન થતી વ્યાધિઓને હઠાવી શકાતી નથી. કદાચ માનવી, માને કે તેથી અમારી ચિન્તાઓ નાશ પામે છે, તે એમની જમણા છે, કારણ કે બે ઘડી તે ચિન્તાઓ ખસી જતાં, એમ ન કહેવાય કે હવે પુનઃ થશે નહી. આશા–તૃષ્ણા તે ચાલુ રહેલ હોવાથી, ક્ષણભરમાં પણ ચિન્તાઓ આવી ઉપસ્થિત થાય છે.
માટે મમતાને ત્યાગ કરી તેમજ અહંકારને દૂર કરીને વ્રતનિયમબદ્ધ બનવું જોઈએ, કારણ કે વ્રત-નિયમથી, અહંકારઅભિમાન-મમત્વ-માયા રાગ-દ્વેષ અને મહિના વિકારને વેગ ઓછો થાય છે અને તેના વેગે થતી ચિન્તાઓ પણ ઓછી થતી જાય છે. મન, વાણું અને કાયાની કસોટી થાય છે અને કસોટી થવાથી માનસિક-શારીરિક બલ વધતું રહે છે, અને
પુનઃ થશે નગ્નાએ ખસી.
રહેલ હેવાથી
For Private And Personal Use Only