________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪ વિાની ભાવના થાય અગર મહત્તા મેળવવાની ભાવના થાય–તે મુનિ ભણવા ગુણવાનું ભૂલે છે, અને ભણેલું પણ સંભાળતાં કંટાળો આવે છે. શિષ્યના આધારે મારી પૂજ્યતા થશે અને મહત્તા મળશે આવી ભાવનાથી જેને તેને સાધુને વેશ પહેરાવી શિષ્ય બનાવે–અને પછી ગુરુથી જુદા પડીને ગામેગામ વિચરે છે પણ મહત્તા તેમ મળતી નથી. માનવીએ મુનિમાં કાંઈક જ્ઞાન–ચારિત્ર પણ જુવે છે. ભણયા સિવાય જ્ઞાન આવે પણ કયાંથી? શિષ્યને સમુદાય વધ્યા પછી તેની સંભાળ કરવાની રહે છે, તેની સંભાળમાં ભણવાને વખત રહે નહી, માટે પ્રથમ સારી રીતે અભ્યાસ કર્યા પછી શિષ્ય સમુદાય વધારે તે ઘણે લાભ થાય. ભણ્યા વિના કરેલ શિષ્યના શિષ્ય ગુરુને થવું પડે છે. તેઓની સર્વે ઈરછા પૂરવાની વૃત્તિ થાય છે. જે તે શિષ્યની ઈચ્છાઓ પૂરી થાય નહીં તે તેઓને ભાગી જવાની દહેશત રહે છે અને ચિન્તાઓ સદાય સતાવતી રહે છે, માટે પ્રથમ સારી રીતે અભ્યાસ કરીને શિષ્યો કરવા ઉચિત છે. ગુરુ અને શિષ્ય બે અજ્ઞાની હોય તે કોણ કેણુને વિડંબનાઓથી બચાવી શકે અને તારી શકે? અજ્ઞાનીના પલ્લે પડેલે શિષ્ય તરે કે બૂડે! “બીજાઓને તારવાની ભાવના હોય તે પ્રથમ શાસ્ત્રાભ્યાસ કરી લે પછી તારવાની કળા આવડશે.” અધિક બલ વાપરવું પડશે નહીં. કહેવત છે કે કળપૂર્વક વાપરેલું બળ, ઉદ્ધારક બને છે અને કળ વિનાનું બલસંહારક બને છે. શ્રાપરૂપ બને છે અને કળ જ્ઞાન વિના આવી શકતી નથી, માટે કળને વાપરવા માટે જ્ઞાનની જરૂર
For Private And Personal Use Only