________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનાકિની નશ્વરતા જાણવાની જરૂર છે. જ્યારે ધનાદિક ન હોય ત્યારે વિવિધ પ્રકારે ચિન્તાઓ થાય છે અને મહામહેનત કરીને મેળવ્યા પછી તેના રક્ષણની ચિન્તા આવીને ઉપસ્થિત થાય છે. કદાચ પાદિયે વ્યાપાર કરતાં તે ગુમાવવાનો અવસર આવી પડે અગર અગ્નિ-ચર બાળી નાંખે કે કઈ લઈ જાય ત્યારે અધિક વ્યામોહ થાય છે અને તે ચાહના અંગે મન-તન બળ્યા કરે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે માટે તેની મમતાને ત્યાગ કરવો જરૂરી છે.
જેને ધનાદિકની મમતા નથી તેને કોઈની ખુશામત કરવાની ઈચ્છા પણ થતી નથી. સત્યધન-આત્મતત્વને મેળવવાની તેને ઘણી તમન્ના હોય છે.
૭૧. માણસે પિતાની બુદ્ધિને-કપટકલામાં બીજાઓને અરસપરસ અથડાવી મારવામાં વાપરતા હોવાથી તેજ તેઓને પરિણામે દુઃખજનક નીવડે છે અને અધોગતિમાં લઈ જાય છે કારણ કે જેને સદુપયોગ કરવાનો હતો તેને દુરુપયોગ કર્યો અને સંપ વધારવામાં કે સન્માર્ગે વાળવામાં તેને ઉપગ કર્યો નહી.
૭૨. શરીરાદિકને સ્વચ્છ રાખવામાં બુદ્ધિમાન પુરુષે ઘણે ઉપગ રાખે છે, કારણ કે નહિ તે જાહેરમાં મૂખ તરીકે કરે. અને જોઈએ તેવું માન-સન્માન મળે નહી તેથી નિરન્તર વચ્છ રાખવામાં તત્પર હોય છે, પણ જેને મન સ્વચ્છ રાખવું હેાય છે તે ભૂલે છે. જેનું અસદ્વિચારમાં મન રંગાએલ છે, કળી ન શકાય એવા અસદ્વિચારમાં મગ્ન રહે છે તેને સુધારવામાં વરછ રાખવામાં પ્રયાસ કરવામાં આવતું નથી; તેથી શરીરા
For Private And Personal Use Only