________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાવાને નિયમ લીધું છે કારણ કે વાણી પ્રમાણે વર્તન વિના અસર થતી નથી. તેથી પ્રથમ અમોએ બંધ કર્યો અને પછી તમારા પુત્રને ઉપદેશ આપ્યો, અને અસર થઈ. બાધા પાળવા લાગે. તમારી અસર તેને થઈ નહી, તેનું કારણ તમે ત્યાગ કર્યા વિના શિખામણ આપે છે તેથી અસર થતી નથી.
૬૯ સમજુ જને, ખુશામતથી ખુશી થતા નથી, પણ ગ્ય સમયે પૈસા ખર્ચીને તેને પરોપકાર કરી હા લે છે, ત્યારે કૃપણ માણસ ખુશામતને લહાવો લે છે; પૈસા તો બનેની પાસે સરખા હોય છે પણ વૃત્તિમાં ભિન્નતા હોવાથી કાર્યોમાં ભેદ પડે છે, તે જ કૃપણ, જે ધનની નશ્વરતા સમજે અને પરોપકારને લાભ સમજે તે તે ખુશામતથી ખુશી ન થતાં પરોપકાર કરે તે મારું કર્તવ્ય છે એમ સમજી ગ્ય અવસરે તે પણ ત્યાગ વૃત્તિમાં આવી ધનને લહાવો લે; પણ તેઓને સારી રીતે સમજાવનાર મળવા જોઈએ. અગર તેવા પ્રસંગો આવી મળવા જોઈએ. તે જ સમજે, નહીતર કદાપિ સમજતા નથી. કારણ કે એમને સ્વભાવ પરિગ્રહવૃત્તિને છે. જેમ વધે તેમ ખુશ થાય અને ઘટે ત્યારે નાખુશ બને, સજને તે શાણું હોવાથી તેમને વધારે કહેવાને વખત રહેતો નથી. પોતાની મેળે સમજી યોગ્ય રીતે પરોપકાર કરવામાં ખામી રાખતા નથી. - ૭૦. જ્યાં સુધી ધનાદિકની નશ્વરતા યથાસ્થિત સમજાય નહી ત્યાં સુધી તેના તરફની મમતા ઓછી થતી નથી. મમતા અલ્પ થયા સિવાય કષાયેવૃત્તિ ઘટતી નથી. અને રાગ-દ્વેષ અને મેહનું જોર વધતું રહે છે, માટે પ્રથમ
For Private And Personal Use Only