________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ અને પિતાની ઉત્તમતાને-સજજનતાને, તેમજ મોટાઈને મૂકતા નથી. એ તે જે હલકા હેય તે હલકાની સાથે પોતાની હલકાઈદેખાડીને કુલાય અને પિતાની બહાદુરી જાહેર કરે. ઉત્તમ પુરુષે તે તેવા વખતે મૌન ધારણ કરે છે તેમજ તે હલકાથી ભીતિ પામતા નથી, ગભરાતા પણ નથી પણ સાવધ રહે છે તેથી જ હલકા માણસને વખત વીતતાં નમતું રાખવું પડે છે અને આવીને સલામ ભરવી પડે છે.
ભસતા કૂતરાને પથરો મારવાથી કે તેઓની સામે લાઠી ઉગામવાથી તે ભસવાનું બંધ કરતા નથી, પણ મૌન ધારણ કરીને આગળ ગમન કરવાથી પિતાની મેળે બંધ થાય છે અને રોટલાને ટૂકડે બતાવતાં પૂંછડીને પટપટાવતા નમન કરતા આવે છે, કારણ કે તેઓને એ સ્વભાવ પડેલ હોવાથી તેઓ ભીતિ બતાવવાથી સમજી શકે એમ નથી. માને કે કોઈ એક હલકો માણસ પ્રતિકૂળતા થતાં આવીને ગાળે ભાંડે કે તિરસ્કારે, તેવા વખતે સજજને સામી ગાળો ભાંડ અને તિરસ્કારે તો તે બેમાંથી માટે કેશુ? બે સરખા ગણાય. તફાવત પાડ હેય તે તે સમયે મીન ધારણ કરી અગર સમજે તે સમજાવીને શાંત કર તે સજજનેનું કર્તવ્ય છે, એટલે તે થાય તેવા થવાય નહી, અને હલકાઈદેખાડાય નહી, જેથી ઘણે આત્મસંતોષ થાય છે, એર આનંદ ઉભરાય છે અને જનસમુદાયમાં સજજનતાની ખ્યાતિ થાય છે, જે કે ઉત્તમ પુરુષે વખ્યાતિને ઈરછતા નથી, તે પણ પડછાયાની માફક તેણીને પાછળ આવવું પડે છે, એટલે હલકા સાથે સજજનતા બતાવવી જોઈએ, તેમાં સજજનની કમેટી છે.
For Private And Personal Use Only