________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
વિકારો વડે ઘેરાએલા આત્માને, હવભાન ભૂલેલ હોવાથી આ ભવમાં શું કર્તવ્ય છે તેને ખ્યાલ રહેતું નથી, તેથી મળેલી અનુકૂલ સાધન-સામગ્રી વિફલ બને છે અર્થાત તેને સદુપયોગ થતું નથી.
વસ્તુની વસ્તુ રૂપે વિચારણા થાય ત્યારે સમકિતદષ્ટિને આવિર્ભાવ થાય છે અને વિચારણાના વેગે વિવેક-વહેંચણ થતાં સંયમ આવીને ઉપસ્થિત થાય છે ત્યારે મનુષ્યમાં માણસાઈ આવી કહેવાય. મળેલ મનુષ્યભવની સફલતા, સંયમમાં રહેલી છે, નહીં કે વિષય-કષાયમાં આસકત બનવાથી; જેટલે અંશે સંયમ સાધી શકાય, તેટલે અંશે આવતા કર્મોને નિરોધ થાય છે અને સત્તામાં રહેલી કમેને ખેરવવાની શકિત જાગ્રત્ થાય છે, માટે વસ્તુઓનું સ્વરૂપ સમજી સંયમને કેળવવામાં તત્પર બનવું આવશ્યક છે.
સંયમમાં સત્ય સુખ સમાએલ છે." ૬૭. હલકા-નીચ માણસે, ઉત્તમ પુરુષને નિર્દેતિરસ્કાર કે ધિક્કારે તે પણ તેઓને તે સજજને ધિક્કા રતા નથી તેમજ તિરસ્કારતા નથી અને તેઓની નિંદા પણ કરતા નથી, પરંતુ તેઓને પ્રપંચ કપટ-જાળને સારી રીતે જાણે તેમાં ફસાતા નથી. બનતા સુધી તેઓને સમજાવવા ઉપાય કરે છે અને તેઓ ન સમજે તે મૌન ધારણ કરી તેઓની આગળ હલકાઈ કરતા નથી. તેમાં જ ઉત્તમ પુરુષની ઉત્તમતા છે અને મહતેની મોટાઈ છે પણ કહેવાય એવી છે કે, “ થાય એવા થવું” આને અનુસરતા બી.
For Private And Personal Use Only