________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬ ચિના કરી, તેથી તમારા-પિતાના આત્માનું શું વન્યું? આત્માને ખુશી કરવા માટે તે ધર્મકલાની જરૂર છે. ધર્મકલા બતાવી પુત્રપરિવાર વિગેરેથી ખુશી થાઓ તે બલિહારી!
વિવિધ પ્રકારના તપ કરીને સિદ્ધિઓને મેળવી, જનતામાં ચમત્કાર બતાવ્યા તેથી પણ આત્માનું શું કલ્યાણ થયું? વિચાર કરવું જોઈએ.
૬૬. અજ્ઞાનતાથી વસ્તુઓની તથાસ્વરૂપે ઓળખાણ થતી નહી હેવાથી-વારે વારે મનુષ્યને મુંઝવણ થાય છે તેથી રાગ-દ્વેષ કરતા હોવાથી વિવિધ વિડંબનાઓ આવીને ઉપસ્થિત થાય છે અને વિડંબનાના વેગે માનસિક અને શારીરિક યાતનાઓ ભોગવવી પડે છે, માટે પ્રથમ વસ્તુઓની ઓળખાણ કરી લેવી જોઈએ કે જેથી મૂંઝવણ થાય નહી તેમજ રાગ-દ્વેષનું જેર પણ ઓછું થાય અને આનંદપૂર્વક જીવન પસાર થાય.
અનાદિ કાળથી અજ્ઞાનતા રહેલી હોવાથી પ્રાણીઓ, રાગદ્વેષ વિષય અને કષાયમાં સુખ માની બેઠેલ છે તેથી જે પુદયે સારા સગો પ્રાપ્ત થયા છે, તેને પણ લાભ લઈ શકતા નથી અને રાગ-દ્વેષની જંજાળમાં ઝકડાય છે.
રાગ-દ્વેષ અને મેહથી આત્માના ઉપર આવરણ આવે છે, તેથી આત્મિક શક્તિઓ અવરાતી હોવાથી અનંત શક્તિ માન આત્મા પાગલ જેવું બની રહેલ છે; પાગલને જેમ વ્યવહારમાં બોલવા-ચાલવાનું ભાન રહેતું નથી તેમ રાગ-દ્વેષાં
For Private And Personal Use Only