________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને પ્રતિકાર કરવાને તે દૂર રહ્યો અને પોતે ઘસાતું બોલવું તે અધમતા સૂચવે છે.
તમેએ પદવી માટે પડાપડી કરી–મહત્તાને મેળવવા માટે કેટલાયે સજજનેની નિન્દા કરી તેને ઉતારી પાડ્યા–પણ હજી સાચી પદવી બાકી છે તે પદવી પ્રાપ્ત કરવા માટે મેહમમતા–અહંકાર-વેર-ઝેરને દૂર કરવાની ખાસ આવશ્યકતા છે. જ્યાં સુધી મહ-મમતા-અહંકારાદિકની નિન્દા કરીને તેઓને સર્વથા ઉતારી પાડ્યા નથી ત્યાં સુધી લીધેલી પદવીની સાથે કતા સધાશે નહી; માટે માયા-મમતાદિકને ઉતારી પાડી સત્ય પદવીના સ્વામી બને. આ પદવી લેવામાં પૈસાને વ્યય કર નહી પડે તેમજ આડંબરની પણ જરૂર રહેશે નહી અને મહાદિક ઉતરી ગયા પછી આપ આપ પદવી આવીને ભેટશે. અને સાથે અનંતશક્તિ-અનંતજ્ઞાનને પ્રાદુર્ભાવ થશે.
તમોએ શરીરને મજબૂત બનાવવા કાંઈક દવાઓ ખાધીમાલમલીદા ખાધા અને વિવિધ પાપ કરીને તેનું પિષણ કર્યું તેમજ ઘણું કાળજીપૂર્વક તેનું રક્ષણ કર્યું, પણ આત્માના ગુણ માટે શું કર્યું? તેને વિચાર આવે છે?
માન–મહત્તા મેળવવા ખાતર તેમજ લાડી, વાડી, ગાડી પાછળ લાખ રૂપિયાને વ્યય કર્યો, પરંતુ સાત ક્ષેત્રને પોષવાનું ભૂલી જવાયું, તે કેવી હુશિયારી !
પુત્રપરિવારાદિકને તથા જગજનેને ખુશ કરવા, વિવિધ કક્ષાએ બતાવી તેમજ તેઓ ખુશી કેમ રહે, તેને માટે ઘણી
For Private And Personal Use Only