________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨ છે- એમ દેખાવ કરતા હોય, પણ સંયમ કેળવવામાં તે પાછળ ચકતા હોય છે. તે પછી અજ્ઞાનજન્ય કે સગજન્ય દુઃખ કયાં જાય અને સત્ય સુખ ક્યાંથી આવીને મલે ? માટે અસંયમમાં જ દુઃખ રહેલ છે. આમ સમજી સંયમને આરાધી સત્ય સુખના લહાવા લે, અને સુખી થાઓ. અનંત ભવમાં સાધન-સામગ્રી પ્રાપ્ત થઈ પણ સંયમની આરાધના વિના તેજ સામગ્રી, પરિણામે પીડાકારક બનેલ છે. તેમજ અજ્ઞાનતા–મેહને હઠાવી શકેલ નથી. માટે મોજમજા, વિષય સુખની વૃત્તિને સમજણપૂર્વક ત્યાગ કરીને કાંઈક મનમાં વિચાર અને વિવેક લાવે કે સંયમમાં સુખ છે કે અસંયમમાં? જેથી તેને ખ્યાલ આવશે. અને તમારી મેળે સંયમને કેળવવાની શક્તિ જાગશે. અદ્યાપિ એ સંયમ કેળવવાને પુરુષાર્થ કર્યો નથી, જેથી તમને તેમાં કષ્ટ ભાસે છે. પણ એવું કાંઈ પણ નથી. જ્યાં સુધી મહાવરે પડ્યો ન હોય ત્યાં સુધી કઠિનતા ભાસે; પછી તે અભ્યાસ વધતાં આનંદની ઉમિઓ અંતરમાં ઉછળવાની પછી તમે સવાભાવિક બેલશે કે ભલું થયું કે અમે સંયમને કેળવી અને આરાધના કરી, હવે પીડા-દુઃખ જેવું કાંઈ રહ્યું નથી. આટલો વખત અમેએ એળે ગુમાવ્યો. હવે એક ક્ષણ માત્ર ગુમાવીશ નહી. હવે જગત થએલ આત્મિક શક્તિને દબાવનાર દુનિયામાં કેણ છે, કે દબાવી શકે?
બાહ્ય પદાર્થોને પ્રાપ્ત કર્યો, પણ તેથી તમારા આત્માની સાથે લાગેલાં કમેં ગયા કે નહી ? આત્મવિકાસ સધાય કે નહી? તેનો વિચાર કર્યો? તમોએ અખની ખાતર એ પ્રયાસ
For Private And Personal Use Only