________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧ પણ તેને અનુભવ કર્યો છે તે કહી સુખ કયાં છે? સંયમમાં કે અસંયમમાં વિકારે વિષયવૃત્તિને પિષવાથી કદાપિ શાંત થતા નથી તેમજ તેને ક્ષય થતું નથી. માટે પાંચ ઈન્દ્રિયોને અને મનને કોઈ એક શુભ આલંબન લઈ કબજે કરે. આનંદ આવશે દુખ ભાસશે નહી. તમે એમ કહેશે કે મન-ઈન્દ્રિ કબજામાં આવતી જ નથી તે અસત્ય છે, કારણ કે વિપત્તિના વખતે તેમજ ઈષ્ટ લાભ મળવાના સમયે બીજા તરફ નજર ન રાખતાં વિપત્તિ ટાળવામાં લાય રાખો છો અને ઈષ્ટ લાભ કયારે પ્રાપ્ત થાય, તે તરફ જ તમારું લક્ષ હોય છે, માટે તમે વિચાર અને વિવેકપૂર્વક પુરુષાર્થ કરે તે ઇન્દ્રિ અને મન કબજામાં આવે; માટે સંયમને લાભ લઈ આત્માને વિકાસ કરે, સત્ય સુખ તમારી સમીપમાં જ છે. સમાજે અને મેળવે.
પાંચ ઈન્દ્રિયે અને મનને કાબૂમાં રાખવાથી આત્માની શક્તિને આવિર્ભાવ થાય છે. પીડાકારક સંગે મળતાં તેમજ પ્રતિકૂલ પ્રસંગો મળતાં પણ આત્મામાં મૂંઝવણ થતી નથી. ઉલટે આનંદ થાય છે, પરંતુ જ્યારે તે ઇન્દ્રિયે અને મન કાબૂમાં ન હોય ત્યારે પ્રતિકૂલ સંગે દુઃખરૂપ ભાસે છે. અને તેઓને હઠાવવા માટે સર્વ શક્તિ વપરાય છે. તેટલી શક્તિઓ મન વિગેરે કાબૂમાં રાખવા માટે જે વપરાતી હોય તે અધિક કષ્ટ સહન કરવું પડે નહી, અને આનંદથી રહેવાય. પણ અજ્ઞાની આત્માને આ વાત ગમતી નથી. મન-ઈન્દ્રિયને કાબૂ કરવાની વાત નીકળે ત્યારે કેટલાક અણગમો લાવી ઉઠીને શેર જાય અગર બેઠા બેઠા નિદ્રાવશ બને અગર તે સમજે
For Private And Personal Use Only