________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ કરેલ પાપકાર વિફલ થતું નથી.” દુન્યવી ફલ ન થાય તેપણ આત્મિક શક્તિ જાગ્ર થાય છે અને સહન કરવાની ટેવ પડે છે, માટે આ વીંછીને દંશની પીડા સહન કરીને છાંયડે મૂકવામાં હું લાભ જ માનું છું. આ પ્રમાણે સાંભળી તે અનુમદન કરતાં પોતાને સ્થલે ગયે.
૬૪. જગતમાં ઉત્તમ, મધ્યમ અને નીચ, પિતાના વર્તનથી પ્રાણુઓ બને છે. ઉત્તમ, મધ્યમ અને હલકાનીચ બનવું તે પણ પિતાના હાથની વાત છે. સારી રીતે સંયમ અને તપની આરાધના કરે તે જ્ઞાની બની, ઉત્તમ થાય છે. અને તેની આરાધના કરે નહી તે અધમ બને એમાં કાંઈ આશ્ચર્યની વાત નથી. સંયમી હોય પણ જે સમ્યગજ્ઞાનપૂર્વક તપની આરાધના કરે નહી, અને નિમિત્ત પામી ઈન્દ્રિયોને કાબૂમાં રાખે નહી તે અધમ બનતાં વિલંબ થાય નહી. જે અધમ છે, તે અસંયમના વિકારોના વિપાકે અત્યંત દુઃખકારક છે, આમ જાણે સંયમની આરાધના કરે તે જરૂર સંયમી બની ઉત્તમ થાય અને આત્મવિકાસમાં આગળ વધતું રહે. હલકામાં પણ હલકા મનુષ્ય વિકારેના વિપાકને જાણી તેનાથી પાછા હઠી સંયમની આરાધનાના વેગે ઉત્તમ બન્યા છે અને આત્મવિકાસ સાધી અક્ષય અને અનંત સુખના ભક્તા બનેલ છેએમ શાસ્ત્રકારે વારંવાર ઉપદેશે છે અને સખત શબ્દોમાં પણ કહે છે કે તમે કયાં ભૂલ્યા ભમે છે! સુખ તમારી પાસે તદન સમીપમાં રહેલ છે. તેના તરફ છે ઘડી નજર તે કરો. આમ વિષયવૃત્તિમાં પરિભ્રમણ કરવાથી જે સુખ જોઈએ છે તે કદાપિ મળવાનું જ નથી, અને તમે
For Private And Personal Use Only