________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩. દરેક વસ્તુઓમાં રહેલે સ્વભાવ ખસતું નથી. ગમે તેવા ઉપાયે કરે તે પણ જે સ્વભાવ પડેલે હોય છે તે સમયે પ્રગટ થાય છે માટે સજ્જનેએ પિતાને સ્વભાવ મૂક નહી. કહ્યું છે કે–સાકર તજે નહી સરસતા, સેમલ તજે નહી ઝેર; સજ્જન તજે નહી સજનતા, દુર્જન તજે નહી વેર, સજ્જને અન્ય એવા માણસોથી પીડાય, તિરસકારાય કે ધિક્કારાય તે પણ જે ગ્રહણને, સહન કરવાને અને ગમ ખાવાને ગુણ-સ્વભાવ રહેલે છે તે જતા નથી. એક દયાળુ સજજન, કારણવશાત્ રાજમાર્ગો ગમન કરી રહ્યો છે તેવામાં તાપની ગરમીથી તરફડતા વીંછીને દેખીને દયા આવી તેથી હાથમાં લઈને છાંયડે મૂકવા જાય છે, તેવામાં તેણે દંશ દીધે તેથી નીચે પડી ગયે; બીજી વાર તે વીંછીને હાથમાં ગ્રહણ કરીને છાંયડે મૂકવા જાય છે ત્યારે પણ દંશ દીધે. ત્રીજી વાર પણ દંશ દીધે પણ સજન, કરુણાભાવના ચગે છાંયડે મૂકવાનો પ્રયાસ છેડતે નહી હેવાથી પાસે ઊભા રહેલ માનવીએ કહ્યું કે-અરે ભલા ભાઈ, આ વીંછી તમને પુનઃપુનઃ દંશ દીધા કરે છે, છતાં તેને તાપમાં જ રહેવા દેને! શા માટે દંશની પીડા સહન કરે છે? પીડા કરનારને તજી દે કે તેના પર ઉપકાર કરે? તમે તે મૂખ જેવા દેખાઓ છે. આ સાંભળી શાંતિપૂર્વક તેને કહેવા લાગ્યા કે--અરે ભાઈ ! જે આ વીંછી છે તે તેને સ્વભાવ મૂકતો નથી તે હું મનુષ્ય અને કાંઈક સમજણું છું, તે પછી મારે મારો થયા, પરોપકારને સ્વભાવ કેમ મૂક જોઈએ? સર્વ પ્રાણીઓ પિતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે માટે મારે શા માટે રીસ કરીને તેને તડકામાં રહેવા દે? “પીડા સહન કરીને
For Private And Personal Use Only