________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનસિક ઉન્નતિ દશાવી છે. પ્રસંગે પ્રસંગે અનેક શુભ વિચારોને સંચય કરી, તેની નેંધ કરી સવ-પર ઉપકારની દષ્ટિએ સર્વસ સિદ્ધાંત-અનુસાર મુષ્ટિજ્ઞાનરૂપ આ પુસ્તકમાં ઉપદેશવચને સમર્પણ કર્યા છે.
દ્વિતીય વિભાગમાં બાકી રહેલાં ઉપદેશનાં રહો હવે પછી પ્રકટ થશે. ભાષા સરળ ગુજરાતી છે, અને વાંચકને રસિકતા અર્પવા સાથે હૃદયના ભાવેને જાગૃત કરી આત્માના અનેક ગુણેને વિકાસ કરવા અવશ્ય રહાયભૂત થશે.
કર્મગ જેવા મહાન ગ્રંથમાં સ્વ. પૂ. આ. શ્રી બુદ્ધિ સાગરસૂરિજીએ જેવી રીતે પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ સ્વાદુવાદ દષ્ટિએ દર્શાવી છે, તેવી જ રીતે પૂ આ. શ્રી કીર્તિસાગરસૂરિજીએ અનેક શુભ પ્રવૃત્તિઓ કર્મયોગી બનવા માટે સુવાકયોમાં સ્પષ્ટ કરી છે. અધ્યાત્મને આદર્શ સન્મુખ રાખી અનેક નાના કથા વિભાગનાં દષ્ટાંતેને રજૂ કરી કુશળ વૈદ્યના ઔષધની જેમ વારંવાર પ્રેરણાઓ (Inspirations) આપી જેને જૈનેતર માનવેના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવન ઉન્નત બનાવવા પ્રયાસ કર્યો છે; આચાર્યશ્રીના પ્રસ્તુત ગ્રંથમાં વ્યવહારથી સ્વતઃ જીવન જીવવાને તેમજ અનેક પરોપકારી શુભ કાર્યો કરવાને ઉપદેશ દવનિ છે, તેમજ નિશ્ચયથી સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્ર વ્રત તપના કારણની મુખ્યતા છે. ભકિતમાર્ગ, જ્ઞાનમાર્ગ, વ્યવહાર ધર્મ, નિશ્ચય ધર્મ, ત્યાગમાર્ગ, ઉચિત આહારવિહાર, લક્ષમીની અનિયતા, તેને સદુપયોગ, નિર્ભયપણું, નિરાસક્તિપૂર્વક જીવનચય, નિર્લેપતા, હર્ષ
For Private And Personal Use Only