________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસંગે કાંઈ પણ કામ આવશે નહી, તેના રક્ષણ માટે કરેલે પ્રયાસ વૃથા જશે અને તેથી વૈરપરંપરા વધતાં ક્ષણ માત્ર પણ આત્માને કળ પડશે નહી; માટે તેના પર વિશ્વાસ ધારણુ ન કરતાં આત્માના ઉપર અગર ધર્મના ઉપર વિશ્વાસને ધારણ કરવું તે અસ્પૃદયનું અને મોક્ષનું કારણ છે.
પુણ્ય વેગે પ્રાપ્ત થએલા અનુકૂલ સંગમાં એટલે મનગમતા વિષયવિલાસમાં કેટલે સમય વ્યતીત થયે, કેટલી ક્ષણે, ઘડીએ, સુહાઁ તેમ દિવસે, વર્ષો વીતી ગયા તેની ખબર પડતી નથી તે પ્રમાણે જ્ઞાન–દયાનના વિલાસમાં રમણ કરતાં કેટલે વખત વ્યતીત થયે તેની પણ ખબર પડતી નથી પરંતુ વિલાસ વિષયના હોવાથી આત્મા તથા મન વચન અને કાયા પરાધીન થતી જાય છે ત્યારે માનસિક જ્ઞાનધ્યાનના વિલામાં તેઓની પરાધીનતા ખસતી રહે છે. બે વિલાસીઓનું
જીવન પૂર્ણ તે થાય છે પણ એક અવનતિનું ભાજન બને છે અને એક ઉન્નતિના શિખરે આરૂઢ બની આનંદને અનુભવ લીધા કરે છે, માટે વિષય-વિલાસમાં આસક્ત ન બનતાં જ્ઞાન-ધ્યાનમાં રમણતા કરવાની ટેવ પાડવી શ્રેયસ્કર છે. સત્ય સુખના અર્થીઓએ આ કથન ભૂલવા જેવું નથી.
૨. વિષયાસક્ત, ભલે પછી રાજા હેય કે મહારાજા હાય, પંડિત હોય કે પ્રસિદ્ધ વક્તા હોય, પદવીધર હોય કે પિસાવાળું હોય, તે પણ તેને પાગલ બનતાં વાર લાગતી નથી. તેની શુદ્ધિ-બુદ્ધિ-મતિ અને વિજ્ઞાનમાં મલિનતા સ્થાન લે છે
For Private And Personal Use Only