________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ૫ ખસી જાય છે. તીર્થકરકથિત તમાં શંકાદિ ધારણ કરનારને કદાપિ નવજીવનની પ્રાપ્તિ થતી નથી.
૫૮. તમે મહાન છે. તમારામાં મોટા ઉત્તમ કાર્યો કરવાની શક્તિ તથા હિંમત રહેલી છે તેથી ધારણા પ્રમાણે કાર્યો કરી શકાશે. આ પ્રમાણે શ્રદ્ધા રાખવાથી ઉત્તમ કાર્યો કરવાની હિંમત આવશે, એટલે આળસને દૂર કરી, ઉત્તમ વિચારપૂર્વક હિંમતને ધારણ કરીને ઉત્તમ કાર્યમાં તત્પર બને. અમારાથી આ કાર્ય બની શકશે નહી; ઘણુ વિદને આવશેઆવા વિચારોને ત્યાગ કરે. હલકા વિચાર કરવાથી હિંમત તૂટી જાય છે અને તેથી ઉત્તમ કાર્યો છતી શક્તિઓ પણ બની શકતા નથી. મહાન ઉત્તમ કાર્યો કરવામાં આશાની સાથે દઢ શ્રદ્ધાને ધારણ કરવી પડશે. તમે ગમે તેવા પંડિત હશેસંપત્તિમાન હશે કે સત્તાને ધારણ કરનાર હશે, પણ જે દઢ આત્મશ્રદ્ધા નહી હોય તે કોઈપણ કાર્યમાં સફળતા મેળવી શકશે નહી. સર્વકલાઓ પણ આત્માની દઢશ્રદ્ધા દ્વારા સફલતાને ધારણ કરે છે; શ્રદ્ધા સિવાયની કલાઓ, કલેશ-કંકાસને કાપી શકતી નથી–તમારી શ્રદ્ધા પ્રમાણે જ ઉત્તમ કાર્યો કરી શકશે માટે સર્વ શક્તિઓને આપનાર તેમજ ત્રાદ્ધિ-સિદ્ધિને તથા શુદ્ધિને આપનાર આત્મશ્રદ્ધા ઉત્તમ લાગણીથી ધારી રાખે.
જેમ જેમ આપણે સમજતા થઈએ-સમ્યગ જ્ઞાની થઈએ તેમ તેમ થએલા અને થતા અપરાધે-ભૂલો ઉપર તિરસ્કાર છે છે તથા પશ્ચાત્તાપ થાય છે, માટે આ પ્રસંગ આવે નહિ તે માટે પ્રથમ ઉપગ રાખે.
For Private And Personal Use Only