________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ગુણે તમારામાં આવીને નિવાસ કરશે. દુર્ગુની અભિલાષા કરવી, તેનું ચિત્તવન કરવું તે વિષ સમાન છે. વિશ્વનું ભક્ષણ કરવાની કઈ અભિલાષા કરે ?
પર. આત્માની નિન્દા કરશે નહી પણ વિષય કવાયના વિકારોની નિન્દા-ગાહી કરશે કે જેથી આત્મશકિત વધે અને અપૂર્વ લાભ થાય. આત્માની નિષ્ઠા કરવાથી આગળ વધાતું નથી પણ પાછી પહેવું પડે છે.
જે મહાશાને આત્મશ્રદ્ધા હતી અને તેઓ સદાય આત્મરમણતામાં રમી રહેલ હતા, તેઓને તુરછ જનોએ ઉપસર્ગ પરિસહ કર્યો પરંતુ જે તે ભાગ્યશાલીઓએ તે પરિસહ વિગેરેને સહન કર્યા ન હતા તે ઉરસ્થિતિમાં આરૂઢ થયા ન હતા.
પર્વતેને ખસેડી શકાય-મહાન દરિયાને પણ ઓળંગી શકાય અને મહાન શત્રુઓને પણ હઠાવી શકાય, એવી આત્મશ્રદ્ધા પિતાના આત્મામાં રહેલી છે; બહારથી આવતી નથી.
કર્મની નિર્જરા થતાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને સંકલ્પવિક શાંત થતાં વિશેષ કર્મ-નિર્જશને આરંભ થાય છે.
૫૩. ભાગ્યના ભોગ બનવાને બદલે આપણે ભાગ્યને બદલી શકીએ છીએ. આર્તધ્યાનથી તેમજ વલપાત કરવાથી ભાગ્ય કદાપિ બલી શકાતું નથી, પણ સદ્વિચાર, વિવેક અને ધર્મધ્યાન દ્વારા તે ભાગ્ય બદલી શકાય છે.
તમારે આદર્શ, તમારી માન્યતા, તમે ભવિષ્યમાં કેવા
For Private And Personal Use Only