________________
સંસ્કૃત ભાષાથી અગત્યતા
જૈન ધર્મના બે અંગ છે, સમજ્ઞાન અને સમ્યક્ ક્રિયા. સમ્યજ્ઞાન માટે પિસ્તાલીસ આગમો-દ્વાદશાંગી ચૌદ પૂર્વ વગેરે અને તેની પછી રચાયેલા મહાનું ગ્રંથો પૈકી તત્ત્વાર્થસૂત્ર, સમ્મતિ તર્ક વિગેરે ગ્રંથો છે અને દરેક વિષયના પણ જુદા જુદા પ્રકરણ ગ્રંથો છે અને ક્રિયા માટે વિવિધ પ્રકારની અનેક ક્રિયાઓ છે. અનેક પ્રકારના અનુષ્ઠાનો પણ ક્રિયાઓમાં જ સમાવેશ પામે છે. આ બધી ક્રિયાઓ અનુષ્ઠાનો અને આચારો પણ સમ્યજ્ઞાનને પ્રગટ કરવા માટેના જ છે.
જૈનશાસનની પ્રત્યેક ક્રિયા અને તેની વિધિઓ-વિધાનો સંસ્કૃત પ્રાકૃત ભાષામય છે અને એમ કહીએ તો પણ ચાલે કે- જેમ લોકશાસન અત્યારે અંગ્રેજી કે હિન્દી ભાષામાં ચાલે છે. તેમજૈનશાસન સંસ્કૃતિ કે પ્રાકૃતમાગધી ભાષામાં ચાલે છે. પ્રત્યેક ક્રિયાનાં સૂત્રો સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં જ છે. જેમ જ્ઞાનના ગ્રંથો પિસ્તાલીશ આગમો દ્વાદશાંગીચૌદપૂર્વોતત્ત્વાર્થ સૂત્રસમ્મતિતર્ક, પ્રતિક્રમણ સૂત્રો વિગેરે સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં છે તેમ ક્રિયાઓ અને વિધિ-વિધાનો પણ સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં છે.
હાલમાં સર્વત્ર હૈમ સંસ્કૃત પ્રવેશિકાઓ દ્વારા સંસ્કૃત શીખવવામાં આવે છે અને તે વિદ્યાર્થીપ્રિય થઈ છે. માટે સંસ્કૃતના અભ્યાસીઓ હૈમસંસ્કૃત પ્રવેશિકાઓ દ્વારા સંસ્કૃત શીખે અને પછી બુદ્ધિમાન વિદ્યાર્થી “સિદ્ધહેમ' વ્યાકરણ શીખીને શાસ્ત્રજ્ઞ બને, એ હેતુથી હૈમસંસ્કૃત પ્રવેશિકાઓની રચના કરવામાં આવી છે. સંસ્કૃત શીખીને પછી પ્રાકૃત શીખવું પ્રાકૃત શીખવા માટે “પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા' ઉત્તમ છે પછી પ્રાકૃત વ્યાકરણ “સિદ્ધહેમ'નો અષ્ટમ અધ્યાય કરવો જેથી પ્રાકૃત ભાષાનું જ્ઞાન સારું થશે.
સંસ્કૃત-પ્રાકૃતના અભ્યાસને માટે સર્વશ્રેષ્ઠ સિદ્ધહેમ વ્યાકરણ છે