________________
આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી ટુંક જીવથી
શ્રી હેમચંદ્રાચાર્ય એ એક મહાનું જયોતિર્ધર, સાડા ત્રણ ક્રોડ શ્લોક પ્રમાણ શિષ્ટ સાહિત્યના સર્જક, અઢાર હજાર દેશના અધિપતિ કુમારપાલ ભૂપાલના પ્રતિબોધક, મહાન્ પ્રભાવક, જૈન આચાર્ય હતા.
જન્મ : વિ. સં. ૧૧૪૫ કાર્તિકી પૂર્ણિમા જ જન્મ સ્થાન : ગુજરાતમાં આવેલા ધંધુકાનગર
પિતાનું નામ : ચાચિંગ જ માતાનું નામ : પાહિણી જ પોતાનું નામ : ચાંગદેવ છે જ્ઞાતિ ઃ મોઢ વણિક દીક્ષા
: સં. ૧૧૪૫માં નવ વર્ષની વયે ખંભાતમાં દીક્ષિત
થયા બાદ નામ સોમચંદ્રમુનિ જ ગુરુનું નામ : શ્રી દેવચંદ્રસૂરિજી જ આચાર્યપદ : સં. ૧૧૬૬ માં એકવીશ વર્ષની વયે મારવાડમાં
નાગોર નગરમાં, સોમચંદ્રમુનિ હવેથી આચાર્ય
હેમચંદ્રસૂરિ તરીકે ખ્યાત થયા. વિ. સં. ૧૧૯૩માં સિદ્ધરાજ જયસિંહે વ્યાકરણ રચવાની પ્રેરણા કરી. વિ. સં. ૧૧૯૪માં હેમચંદ્રસૂરિજીએ પાટણમાં સિદ્ધહેમ વ્યાકરણની સાંગોપાંગ સરળ રચના એક વર્ષમાં કરી, જે વ્યાકરણ સર્વ વિશ્વમાં
માન્ય થયું. જ સ્વર્ગગમન : વિ. સં. ૧૨૨૯, ૮૪ વર્ષની વયે, પાટણમાં