________________
જે વ્યાકરણની રચના કરી પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરી મહારાજ સાહેબે આપણા ઉપર અસીમ ઉપકાર કર્યો છે.
સિદ્ધહેમ' વ્યાકરણના પઠન-પાઠન માટે શ્રમણવર્ગમાં અને શ્રાવકવર્ગમાં જોરદાર પ્રયત્નો થવા જોઈએ, જૈનશાસનની વ્યવસ્થાનુસાર સંસ્કૃત પ્રાકૃત ભાષાનો અભ્યાસ પ્રત્યેક જૈને ઓછા-વધતાં પ્રમાણમાં કરવો જ જોઈએ.
મુખ્યપણે પૂ. શ્રમણો, શ્રમણોને અને શ્રાવકોને શીખવે. પૂ. સાધ્વીજીઓ, સાધ્વીજીવોને અને શ્રાવકાઓને શીખવે, એ શ્રેષ્ઠ ઉપાય છે, તો ઘણું કામ થઈ શકે છે. આ પ્રવૃતિ આપણે ત્યાં છે, પણ લુપ્તપ્રાય છે માટે તેમાં ખાસ વેગ લાવવાની પ્રથમ જરૂર છે.સિવાય જૈન પંડિતો દ્વારા જૈન પાઠશાળાઓમાં સંસ્કૃત-પ્રાકૃત ભણવાય છે, વિવેકપૂર્વક વેગ લાવવાથી સારું પરિણામ આવે. આપણે જૈન સિદ્ધાંતોને સમજવા માટે અને તેના અનુષ્ઠાનોમાં શુદ્ધિ લાવવા, પ્રતિક્રમણ વગેરે સૂત્રોના અર્થોભાવાર્થો સમજવા માટે અને વિધિઓને જાણવા માટે અને શાંતિસ્નાત્ર વિગેરે સિદ્ધચક્ર પૂજનોના જાણકાર થવા માટે સંસ્કૃત-પ્રાકૃત અવશ્ય ભણવાનું છે. તેના દ્વારા સમ્યજ્ઞાન થશે અને પરંપરાએ મોક્ષપ્રાપ્ત થશે.
શિવલાલ નેમચંદ શાહ