________________
પાઠ ૧૭ મો अग्निरापः स्त्रियो मूर्खाः सर्पा राजकुलानि च। नित्यं यत्नेन सेव्यानि सद्यः प्राणहराणि षट् ॥ सुस्वप्नं प्रेक्ष्य न स्वप्यं कथ्यमह्नि च सद्गुरोः । दुःस्वप्नं पुनरालोक्य कार्यः प्रोक्तविपर्ययः ॥ निन्दन्तु नीति-निपुणा यदि वा स्तुवन्तु
__ लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा
न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥ તે રાજાએ દુશ્મનોના રક્તવડે (મકૃન) રાક્ષસોને સંતોષ્યા.
ગોપીઓ રવૈયા વડે (f) દહીંને વલોવે છે, તેમ દેવોએ મેરુને રવૈયો કરીને સમુદ્ર વલોવ્યો.
જ્યારે ભગવાનનો જન્મ થાય છે, ત્યારે ઇન્દ્ર (મધવન) સકળ ઈન્દ્રો સાથે આવીને અને વિનયપૂર્વક ભગવાનૂને ગ્રહણ કરીને, મેરુ શિખર ઉપર જઈને, ભગવાનનો જન્માભિષેક કરે છે.
વૃદ્ધાવસ્થામાં (નર) પણ માણસો ભોગ તૃષ્ણાને તજતાં નથી. આ આસન ઉપર આપ બેસો અને આ આસન ઉપર હું બેસું. આ યુવાનની બુદ્ધિ કુતરી (શ્વન) ના પુંછડા જેવી વાંકી છે. પાણીથી () નાહીને રાજાઓ બ્રાહ્મણોને દ્રવ્ય (૨) આપે છે.
આ પુરુષના (૫) ખભા મજબૂત છે, બાહ (ડો) પ્રશસ્ય છે, તેથી આ પુરુષ વૃષભ (નપુ) જેવો લાગે છે.
સૂર્ય (પૂષન) અંધકારને હણે છે.
૧૦૬