________________
પણ આ તો પાઠ્ય પુસ્તક, જેથી એક વખત બુક ભણવાની પૂરી થાય એટલે એ બુક પણ પૂરી થઈ જાય, એટલે માંગ વધવા લાગી.
પંડિતજીના સુપુત્રરત્ન સુશ્રાવક દિનેશભાઈને જણાવ્યું અને તેઓએ અનુમતિ આપી કે બાપુજીએ જે રીતે છપાવેલ છે તેમાં કોઈ સુધારા-વધારા કર્યા વિના છપાય તેમ કરશો. તેમની ભાવનાને ધ્યાનમાં લઈ પ્રેસ-દોષ શુદ્ધિ કરીને આ બુક તૈયાર કરી તે આજે ફરી નવી આવૃત્તિ રૂપે પ્રકટ કરતા પંડિતજીનો સંઘ ઉપર અને મારા ઉપર ચડેલા ઉપકારથી કંઇક હળવાશ અનુભવાય છે એ જ.
- પં. વજ્રસેનવિજયજી
જામનગર
શ્રાવણસુદ-૧, સંવત - ૨૦૫૫
||
́