________________
બે કલોલ......
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યભગવંતના પદાર્પણથી પવિત્ર બનેલી પરમાહિતુ કુમારપાળ મહારાજાના ન્યાય અને જીવદયાની ભાવનાથી ભાવિત બનેલી પાટણની ધન્યધરા ઉપર સિદ્ધ-હેમશબ્દાનુશાસન વ્યાકરણની રચના થઈ અને તેનાથી હજારો ભવ્યાત્માઓ સંસ્કૃત પ્રાકૃતનો અભ્યાસ કરવા સભાગી બન્યા. કાળક્રમે અલ્પબદ્ધિવાળાઓ પણ શાસ્ત્રવાંચન કરી શકે તે માટે સાધનગ્રંથરૂપે - પાટણનાં જ વતની અને પાટણમાં રહીને હૈમ સંસ્કૃત પ્રવેશિકાની રચના કરી શ્રાદ્ધવર્ય શ્રી શિવલાલભાઈએ પાટણને એક વધુયશકલગી અપાવી છે.
પંડિતજી પાસે મેં મારા સંયમના પ્રથમ વર્ષોમાં અભ્યાસ કર્યો અને તે વ્યાકરણ કરાવવાની એમની પદ્ધતિ એવી કે વ્યાકરણના પુસ્તકમાં કયા પાના ઉપર કયું સૂત્ર છે તે નામની જેમ મગજમાં બેસી ગયેલું હતું.
શાસ્ત્રવચન - સંશોધન કે સંપાદનમાં ઉપકારી દેવ-ગુરુની કૃપા અને ઉપકારની સાથે પંડિતજીનો ઉપકાર ભૂલાય તેમ નથી. એઓ તો ખૂબ જ સમાધિ સાધી ગયા પણ એમના હસ્તે રચાયેલ આ પાઠ્ય પુસ્તકો સંસ્કૃતની ૩ બુકોથી પ્રસિદ્ધ છે. જે દરેક સંસ્કૃત પાઠશાળાઓમાં સાધુ-સાધ્વીજી ભગવંતોનો સંસ્કૃતનો અભ્યાસ આ બુકોથી શરૂ થાય છે.
એમાં પંડિતજીના સ્વર્ગવાસ પછી બે બુકો જ્યાં હતી તે બધી ભેગી કરીને જ્યાં જ્યાં જરૂરત હતી ત્યાં ત્યાં પહોંચાડી