________________
શાસ્ત્રજ્ઞોએ વ્યાકરણને મોક્ષનું અંગ કહ્યું છે.
વ્યાકરણથી પદની સિદ્ધિ થાય છે. પદની સિદ્ધિથી અર્થનો નિર્ણય થાય છે, અર્થથી તત્ત્વજ્ઞાન થાય છે અને તત્ત્વજ્ઞાનથી પરંપરાએ મોક્ષ થાય છે-મુક્તિ મળે છે. ૩ - વ્યાકરણ છે એ મોક્ષ પામવાનું પરમ સાધન છે, એટલા માટે આચાર્ય ભગવાન્ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ વ્યાકરણની શરૂઆતમાં જ ફરમાવે છે કે -
શબ્દાનુશાસન એટલે વ્યાકરણ અને વ્યાકરણ એટલે શબ્દાનુશાસન-શબ્દોને કહેવા, શબ્દાનુશાસનનો વિષય સાધુ-શુદ્ધ શબ્દોને કહેવા એ છે, એટલા શબ્દાનુશાસનનું પ્રયોજન શુદ્ધ શબ્દોને કહેવા એ છે, શુદ્ધ શબ્દોથી સમ્યજ્ઞાન થાય છે, એ અનન્તર પ્રયોજન છે અને સમ્યજ્ઞાન દ્વારા મોક્ષ થાય છે એ પરમ્પર પ્રયોજન છે. ૪
શુદ્ધ શબ્દોના પ્રયોગથી સમ્યજ્ઞાન થાય છે અને સમ્યજ્ઞાનથી મોક્ષ થાય છે માટે આ શબ્દાનુશાસન-વ્યાકરણનો આરંભ-રચના કરાય છે. ૫
શાસ્ત્રો બધા શબ્દરૂપ છે. એટલે પ્રથમ શુદ્ધ શબ્દોને જણાવનાર શબ્દાનુશાસનનો અભ્યાસ કરવો જ પડે, તે વિના શાસ્ત્રજ્ઞા થવાય જ નહિ. શબ્દોની વ્યુત્પત્તિ-પ્રયોગ તેનો ધાતુ જાણ્યા વિના ३. व्याकरणात्पदसिद्धिः पदसिद्धरर्थनिर्णयो भवति ।
अर्थात्तत्त्वज्ञानं तत्त्वज्ञानात्परं श्रेयः ॥ असाधुत्वनिर्मुक्तानां शब्दानां प्रयुक्तेः सम्यग्ज्ञानलक्षणा सिद्धिर्भवति, शब्दानुशासनस्य साधवः शब्दा अभिधेयाः, यमर्थमधिकृत्य प्रवर्तते तत्प्रयोजनम् इति सम्यग्ज्ञानमनन्तरं प्रयोजनम् तद्द्वारेण च निःश्रेयसं परमिति । तस्मात् सम्यग्ज्ञाननिःश्रेयसप्रयोजनं शब्दानुशासनमारभ्यते।
૨-૧-૨ વૃદાસ;
૨૬૯
»