________________
થાય નહિ અને તે વિના શબ્દનું જ્ઞાન થાય નહિ, આ બધું વ્યાકરણશબ્દાનુશાસન સમજાવે છે, તે સમજ્યા વિના-શબ્દનો મર્મ જાણ્યા વિના આગળ કેવી રીતે વધી શકાય? પ્રથમ શબ્દનો શક્ય-વાચ્ય અર્થ જાણ્યા વિના, લક્ષ્ય અને વ્યંગ્ય અર્થમાં આગળ કેવી રીતે વધશે શકાય, માટે પ્રથમ શબ્દજ્ઞાન માટે શબ્દાનુશાસનનો અભ્યાસ કરવો જોઇએ, જેના દ્વારાએ તત્ત્વજ્ઞાન-સમ્યજ્ઞાન અને પછી મોક્ષ થાય છે એ હકીકત છે.
ન્યાયશાસ્ત્ર ભણવું હોય તો વ્યાકરણ પ્રથમ ભણવું જ જોઈએ અને વ્યાકરણ ભણ્યા પછી જ ન્યાય શાસ્ત્ર ભણી શકાય છે. એમ તેઓએ કહેલું જ છે.
એટલે વ્યાકરણ-શબ્દાનુશાસન વિના શાસ્ત્રજ્ઞ થઈ શકાતું નથી અને શાસ્ત્રના જ્ઞાન વિના સિદ્ધાન્તો સમજી શકાતાં નથી, અનુષ્ઠાનોમાં રસ ઉત્પન્ન થતો નથી-શુદ્ધિ આવતી નથી. માટે વ્યાકરણ ભણવું જોઈએ. બુદ્ધિમાન માણસે અવશ્ય વ્યાકરણ ભણવું જોઈએ. વ્યાકરણની ઉપેક્ષા થાય જ નહિ. અલ્પ બુદ્ધિવાળાએ બે કે ત્રણ પ્રવેશિકાઓ કરવાથી-ઓછામાં ઓછી બે પ્રવેશિકાઓ કરવાથી વ્યાકરણનો અભ્યાસ સહેલો-સરળ થઈ જાય છે. વ્યાકરણમાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ સિદ્ધહેમ' છે અને તેને આધારે રચાયેલી હૈમ પ્રવેશિકાઓ, સિદ્ધહેમ વ્યાકરણની પ્રાથમિક ભૂમિકા છે.
વ્યાકરણ ન કરી શકનાર વિદ્યાર્થી હૈમસંસ્કૃત પ્રવેશિકાના ત્રણ ભાગ કરે તો એને વ્યાકરણનો આસ્વાદ આવે છે અને સરળતાથી સારી રીતે સંસ્કૃતભાષા શીખી શકે છે. સંસ્કૃતભાષા કઠીન છે એવું મનમાંથી કાઢી નાખવું અને સંસ્કૃત ભાષા શીખવા પ્રારંભ કરવો. ધીમે ધીમે પણ તેના સંસ્કારો પડ્યા પછી આગળ જલ્દીથી જઈ શકાશે, એવી પ્રવેશિકાઓની રચના છે. १. अधीतव्याकरणकाव्यकोशोऽनधीतन्यायशास्त्रो बालः ।
છે.