________________
એટલે વ્યાકરણ એ શુદ્ધ શબ્દોનો ભંડાર છે, જે શબ્દો શાસ્ત્રોમાં વપરાય છે તે બધા જ શબ્દો વ્યાકરણાં બતાવેલા છે. અર્થાત્ સર્વ શાસ્ત્રોનો સમાવેશ વ્યાકરણમાં છે એમ કહેવું એ વધારે ઉચિત છે.
લીલાવતીકાર ગણિતજ્ઞ ભાસ્કરાચાર્ય કહે છે કે
જે માણસ વેદના મુખરૂપ સરસ્વતીના ઘર-વ્યાકરણને જાણે છે તે માણસ વેદને પણ જાણે છે તો અન્ય બીજા શાસ્ત્રોને કેમ ન જાણે, માટે પ્રથમ એને-વ્યાકરણને ભણીને બુદ્ધિમાન પુરુષ બીજા શાસ્ત્રોના શ્રવણનો અધિકારી થાય છે.'
દરેક શાસ્ત્રોને સાંભળવા, ભણવા-ગણવા-બોલવાનો અધિકાર વ્યાકરણશાસ્ત્ર ભણ્યા વિના મળતો નથી. આટલો ભાર શાસ્ત્રજ્ઞોએ વ્યાકરણ ભણવા પર મુક્યો છે તે બરાબર જ છે. કેમકે વ્યાકરણ વિના અર્થનો મહા અનર્થ થઈ જાય એટલા માટે એક વિદ્વાને પોતાના પુત્રને હિતશિક્ષા આપતાં કહ્યું છે કે
પુત્રતું બહુ ન ભણે તો પણ વ્યાકરણ ભણ, કેમકેસ્વજન-સંબંધી, શ્વજન-કુતરો, સકલ-સંપૂર્ણ, શકલ-ટૂકડો, સકૃતએકવાર, શકૃત-વિષ્ઠા, આવો અર્થનો, (બોલતાં આવડે તો) અનર્થ ન થાય, માટે તું વ્યાકરણ ભણ! १. यो वेद-वदनं सदनं हि सम्यग,
ब्राझ्याः स वेदमपि वेद किमन्यशास्त्रम् । यस्मादतः प्रथममेतदधीत्य धीमान् ,
शास्त्रान्तरस्य भवति श्रवणेऽधिकारी ।। २. यद्यपि नाधीषे बहु तदपि पठ पुत्र ! व्याकरणम् ।
स्वजनः श्वजनो मा भूत् सकलं शकलं सकृत् शकृत् ।।
૨૬૮