________________
આજ સુધીમાં પ્રાયઃ ૩૦ પૂજયોને હૈમ સંસ્કૃત પ્રવેશિકાના બન્ને ભાગો ભણાવવાનો લાભ મળ્યો છે.
આપે શ્રી હંમ સંસ્કૃત પ્રવેશિકા પ્રથમા મધ્યમાં અને ઉત્તમામાં શ્રી સિદ્ધહેમના સાતે અધ્યાયોના સૂત્રોને લગભગ નિયમો દ્વારા એવી સરળ રીતે ગુજરાતી ભાષામાં ઉતારી દીધા છે કે, તેને ભણતાં અને ભણાવતાં આનંદ આવે છે, સંસ્કૃત વાક્યો પણ ઉપદેશના, વૈરાગ્યના તથા ચરિત્ર ગ્રન્થોના મુક્યા છે, જે ભણનાર તથા ભણાવનારને જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય છે.
આપની આ ત્રણેય હૈમ સંસ્કૃત પ્રવેશિકા ભણનારા બાલ અને વૃદ્ધો પણ પંડિત થાય અને આગળ ઉપર શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનમહાવ્યાકરણ સહેલાઈથી ભણીને મહાપંડિત થાય એમાં જરાય અતિશયોક્તિ નથી.
આપે સં. ૨૦૦૧માં વિજયાદશમીના મહેસાણામાં હૈમ પ્રવેશિકા પ્રથમા લખવાની શરૂઆત કરી અને સં. ૨૦૦૪ ચૈત્ર સુદ-૫ના પાટણ જઈ લગાતાર ૩૬ વર્ષ સુધી અધ્યાપનની સતત પ્રવૃત્તિની સાથે સાંસારિક અનેક કાર્યોની વચ્ચે, ગૃહસ્થ હોવા છતાં એક યોગીની જેમ હંમ સંસ્કૃત પ્રવેશિકાના ત્રણ ભાગો તથા પ્રથમા-મધ્યમાની ગાઈડો અને સર્વેની અનેક આવૃત્તિઓ માટે જે અથાગ ભોગ આપ્યો છે, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે.
હૈમ સંસ્કૃત પ્રવેશિકાઓની રચના કરી આપે શ્રી સિદ્ધહેમનું ગૌરવ વધાર્યું છે. આ ગ્રન્થત્રથી સિદ્ધહેમ વ્યાકરણની મહાન્ સિદ્ધિના સોપાનની પંક્તિ તરીકે બહાર આવશે. આ મહાનું ગ્રન્થરત્નોની જૈન સંઘને અમૂલ્ય ભેટ છે. સર્વ પૂજનવિધિકાર, શાહ અમૃતલાલ ભારમલ પંડિત
શાહ જેઠામલ ભારમલ પંડિત વેલાણી એસ્ટેટ બીલ્ડીંગ-દુકાન નં. ૭, ક્વારી રોડ,
(મલાડ, ઈસ્ટ મુંબઈ નં. ૬૪.
૨ 3
-