________________
આપની બુકો પ્રાથમિક અધ્યેત વર્ગને ઘણી જ ઉપયોગી હોઈ અહીં હવે તે બુકોનું જ અધ્યયન વ્યાપક બન્યું છે.
હવે લઘુવૃત્તિ અને બૃહદ્રવૃત્તિના અધ્યેતાઓને પણ પ્રાથમિક ભાષાકીય જ્ઞાન હોવું આવશ્યક હોઈ-આપની બે બુકો પૂર્વભૂમિકા બહુ સારી પેઠે તૈયાર કરી શકે છે અને માતૃભાષામાં પરિભાષા સ્થિર કર્યા બાદ લઘુવૃત્તિ આદિ અતિ સરલ બની રહે છે.
૫. વૃજલાલ વાલજી ઉપાધ્યાય પ્રાધ્યાપક શ્રી શાન્તિદાસ ખેતશીભાઈ શ્રમણ સંસ્કૃત પાઠશાળા,
જામનગર. *** પંડિત શિવલાલભાઈ કૃત “હૈમ પ્રવેશિકા' પ્રથમા, મધ્યમા બન્ને સાંગોપાંગ જોએલ છે. પૂ. સાધુ, સાધ્વીજી મ. સાહેબોને અનેકવાર ભણાવેલ છે અને ભણાવું છું. પ્રવેશિકાઓની રચના સરળ હોઈ મંદશક્તિવાળાઓ પણ સંસ્કૃત ભાષાનું જ્ઞાન સરળતાથી સુંદર મેળવી શકે છે.
આ પ્રવેશિકાઓ કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત સિદ્ધહેમ વ્યાકરણ તરફ અભિરુચિ ઉત્પન્ન કરવા સાથે તેના અભ્યાસમાં ઘણી જ સરળતા ઉત્પન્ન કરે તેમ છે.
વર્તમાનકાળમાં સંસ્કૃત ભાષાના પ્રચાર કાર્ય માટે આ પ્રવેશિકાઓ પ્રબળ કારણભૂત થશે. અભ્યાસક વર્ગ આ પ્રવેશિકાઓના અભ્યાસ માટે વિશેષ પ્રયત્નશીલ બને તેવી અભ્યર્થના!
ગાગરમાં સાગરની જેમ આ બન્ને પ્રવેશિકાઓમાં વ્યાકરણનો ઉપયોગી વિષય ગુંથવા બદલ પંડિત શ્રી શિવલાલભાઈનો પ્રયત્ન અત્યંત પ્રશંસનીય છે.
પં. માણેકલાલ હરગોવનદાસ સોનેથા સંસ્કૃતવિશારદ સાહિત્યરત્ન સાહિત્યશાસ્ત્રી, પંડિત શ્રીમદ્ વિજયભદ્રસૂરીશ્વરજી જૈન સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા, રાધનપુર.
૨૨