________________
મહાન્ જ્યોતિર્ધર શ્રીહેમચન્દ્રસૂરિની કૃતિને સરળપણે હળવી મહેનતે પ્રાકૃત પ્રજા શીખી શકે તે માટે તમોએ કરેલી આ મહેનતને તો સંસ્કૃતજ્ઞો જ સંપૂર્ણ ન્યાય આપી શકે.
દ. ક્ષમાભદ્ર વિજય
✰✰✰
શ્રીયુત શિવલાલભાઈએ રચેલી ‘હૈમ સંસ્કૃત પ્રવેશિકા'નું અવલોકન કરતાં આનંદ ઉદ્ભવ્યો, તેની સંકલના જોઈ ઘણાં વર્ષોની ભાવના સફળ બની હોય તેમ જણાયું, કારણકે કેટલાક વર્ષો પહેલાં ભાંડારકરની પુસ્તક ભણાવવાનો પ્રસંગ આવેલ ત્યારે તેના નિયમોની અપૂર્ણતા, ભાષાની અવ્યવસ્થા વિગેરે જોઈ હેમ વ્યાકરણના આધારે સરળ નિયમો બનાવવાની ઈચ્છા થયેલ અને તે મુજબ સંસ્કૃતની બન્ને બુકોના વિષયોને આશ્રયિને સિદ્ધહેમ લઘુવૃત્તિના નિયમો ગુજરાતીમાં તૈયાર કરેલ અને તે મુજબ અધ્યયન કરાવતાં ઘણી જ અનુકૂળતા જણાઈ ત્યારે એવી ઈચ્છા જન્મેલ કે આવુ પાઠ્ય પુસ્તક તૈયાર કરાય તો સંસ્કૃત ભાષાના જિજ્ઞાસુઓને અભ્યાસમાં અનુકૂળતા આપનાર જરૂર બને, એજ કાર્ય હૈમ સંસ્કૃત પ્રવેશિકામાં મૂર્તરૂપે જોયું ત્યારે આનંદ થયો.
હૈમ સંસ્કૃત પ્રવેશિકાનો શાળાઓમાં સંસ્કૃતના અભ્યાસક્રમમાં પાઠ્ય પુસ્તક તરીકે ઉપયોગ કરવામાં આવે તો, ‘આજે જે સંસ્કૃતનું’ બીલ્કુલ પદ્ધતિ વગરનું અને અધકચરું જ્ઞાન વિદ્યાર્થીને આપવામાં આવે છે કે જેને લઈને વર્તમાન વિદ્યાર્થીઓનો મોટો ભાગ સંસ્કૃત અભ્યાસ ઉપર અરુચિ બતાવતો થઈ જાય છે અને પરિણામે એક અત્યુત્તમ ભાષાનો પ્રચાર ઘટતો જાય છે.’ તેને બદલે વિદ્યાર્થીવર્ગ સંસ્કૃત ભાષાનો પ્રેમી જરૂર બને.
જૈમ સંસ્કૃત પ્રવેશિકાનો પ્રચાર પરંપરાએ કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલ હેમ વ્યાકરણ પ્રત્યેનો લોકોનો આદર વધારનાર જરૂર બનશે.
દઃ વિજયભદ્રસૂરીશ્વર ચરણ ચંચરિક વિજય ૐકારસૂરિ
૨૧