________________
હૈમ-સંસ્કૃત-પ્રવેશિકા એ સંસ્કૃત ભાષાનો અભ્યાસ સરળ થાય એ દષ્ટિ એ જે ગ્રન્થો તૈયાર થાય છે તેમાં આવકારવા લાયક ઉમેરો છે, આચાર્ય હેમચંદ્ર સિદ્ધહેમ વ્યાકરણ પણ સંસ્કૃતને સુગમ કરવાની દષ્ટિએ રચ્યું હતું. તેમની પરિભાષા અન્વર્થ હોય છે એટલે સુગમ વધારે બને છે. તમે એ પરિભાષા પણ આપો છો એ સારું કર્યું છે. તમારા ગ્રન્થના અભ્યાસ પછી વિદ્યાર્થીને સિદ્ધહેમ ભણવું સરળ થઈ પડશે.
રસિકલાલ છોટાલાલ પરીખ અધ્યક્ષ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ.
ગુજરાત પોતાના જે સપૂતની અપ્રતિમ વિદ્વત્તાથી પોતાનું ગૌરવભર્યું મસ્તક ઉન્નત રાખે છે તે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના સિદ્ધહેમ વ્યાકરણના આધારે આ પ્રવેશિકાઓ તૈયાર કરી છે. સંસ્કૃત સાહિત્યના સાગરમાં પ્રવેશ કરવા માટે આ નૌકા સરળ તો છે જ, સાથે સુંદર પણ છે. આ બન્ને ભાગદ્વારા વિદ્યાર્થી સંસ્કૃતિનું સારામાં સારું જ્ઞાન મેળવી શકશે.
ચન્દ્રપ્રભાસાગર
હૈમ સંસ્કૃત પ્રવેશિકા' પ્રથમ-૧ હું જોઈ ગયો, “સિદ્ધહેમ' વ્યાકરણનું અધ્યયન કરવા ઈચ્છનારાઓને માટે આ એક સરસ પ્રવેશિકા છે. પુસ્તક સંભાળપૂર્વક વ્યવસ્થિત રીતે લખાયું છે એમાં શંકા નથી. સિદ્ધહેમ વ્યાકરણના સૂત્રો સાથે પાઠોનો અનુબંધ એ આ પુસ્તકની ધ્યાન ખેંચતી વિશેષતા ગણાય. ‘હૈમ સંસ્કૃત પ્રવેશિકા' સંસ્કૃત ભાષાના અભ્યાસનો આરંભ કરતા વિદ્યાર્થીઓને એની સરળતા, વ્યવસ્થા અને સ્પષ્ટતાને કારણે ઉપયોગી બને તેમ છે.
કાન્તિલાલ વ્યાસ, પ્રોફેસર, મુંબઈ.
૨૦