________________
કલિકાલ સર્વજ્ઞ પૂ. પાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મ.શ્રી વિરચિત વ્યાકરણ ગ્રંથ શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન ખરેખર શબ્દશાસ્ત્રનો વિસ્તાર કરનાર મહાન ઉપકારક ગ્રંથ છે : પૂણ્ય ભૂમિ ગુજરાતના ગૌરવસમા આ વ્યાકરણ ગ્રંથમાં પૂ. પાદશ્રીએ સમસ્ત શબ્દશાસ્ત્રના સાગરને ઠાલવેલ છે. તે મહાન વ્યાકરણ ગ્રંથનું અવગાહન કરવાને માટે નૌકા રૂપ આ ‘હૈમ સંસ્કૃત પ્રવેશિકા’”ના ત્રણે ભાગો ખરેખર સંસ્કૃત ભાષાના જ્ઞાનના અર્થ સર્વે કોઈને માટે પરમ આલંબન રૂપ હોવાથી મહાન ઉપકારક છે : આ ગ્રંથરત્નોના રચયિતા પં. શ્રી શિવલાલભાઈએ સિદ્ધહેમ મહાવ્યાકરણનું અવગાહન-મંથન કરીને આ ગ્રંથોમાં સંગીન તથા સુવ્યવસ્થિત રીતે શાસ્ત્રનો સર્વસ્વ સાર અત્ર સંકલિતસંયોજિત કરીને ખૂબ જ સર્વજન ગ્રાહ્ય પદ્ધતિએ સાહજિક સ્વસ્થ શૈલીએ રજુ કરેલ છે. વર્ષો સુધી સિદ્ધહેમ વ્યાકરણના પઠન-પાઠન દ્વારા તે વિષે તેમનો બોધ પરિપક્વ તેમજ પ્રૌઢ બનેલ છે; જેથી આ ગ્રંથોમાં તે બોધનો પરિપાક સચોટ અને મર્મસ્પર્શી પદ્ધતિએ સુંદર રીતે રજુ થયેલ છે. વ્યાકરણના અંગ રૂપ તદ્ધિત આદિ વિષયો ઉત્તમા-ભાગ-૩ માં પ્રકાશિત કરેલ છે. જેથી સંસ્કૃત માર્ગોપદેશિકા ભાંડારકરના બે ભાગોમાં જે બોધ ન થાય તે બોધ ખૂબ જ સરલ અને સહજ રીતે આ ગ્રંથોના અભ્યાસક વર્ગને થાય, તેવી ઘણી-ઘણી સંસ્કૃત ભાષા શાસ્ત્રની મહત્ત્વની હકીકતો આ ૩ ભાગમાં પં. શ્રી શિવલાલભાઈએ ખૂબ જ ચીવટ કુશળતા તથા સંયોજન શૈલીની વિશિષ્ટતા પૂર્વક અત્ર સંકલિત કરેલ છે :
કલ્યાણ માસિક
૨૪