________________
વિદ્વાનોના અભિપ્રાય
તમારી ટ્રેમ સંસ્કૃત પ્રવેશિા પુસ્તિકા જોઈ, રા.રા. શ્રીયુત ડૉ. ભાંડારકર પાણિનીય વ્યાકરણને અનુસરી માર્ગોપદેશિકાના ભાગો તૈયાર કર્યા ત્યારબાદ એ દિશામાં વિદ્વાનોએ અનેક પ્રયત્નો કર્યો છે. તમે પણ એ દિશામાં છતાં એક નવીન પ્રકારનો અનુભવગમ્ય વિશિષ્ટ પ્રયત્ન કર્યો છે. આશા છે તમારી આ કૃતિ આચાર્ય શ્રી હેમચંદ્ર વિરચિત સિદ્ધહેમવ્યાકરણને અનુસરતી અતિસરસ રચના હોઈ એ વ્યાકરણની આદેયતા સ્વીકારનાર વર્ગને સવિશેષ ઉપયોગી થશે, ખાસ કરીને ગુજરાતની ભૂમિમાં ગૂર્જરેશ્વર મહારાજ શ્રી જયસિંહદેવની વિજ્ઞપ્તિથી ગૂર્જરમાતાના એક સમર્થ પુત્ર આચાર્ય શ્રી હેમચંદ્રે રચેલ સર્વાંગપૂર્ણ સિદ્ધહેમવ્યાકરણથી ગૌરવ લેનાર ગુજરાતીઓને તો સવિશેષ આદરણીય થશે. તમારી રચનામાં રહેલી અનેક વિશેષતાઓનો ઉલ્લેખ કરવા કરતાં વિદ્વાનો અને વિદ્યાર્થીઓ સ્વયં સમજીને સ્વીકારે એ જ વધારે ઉચિત છે. આશા છે આગળના ભાગો તૈયા૨ ક૨ી સત્વરે પ્રજા સમક્ષ તમે રજુ કરશો. લી. મુનિ પુણ્યવિજય
પ્રયાસ તમારો સ્તુત્ય છે
વિજય લાવણ્યસૂરિ
તમારી આ સંકલના પ્રાથમિક અભ્યાસીઓને ઉપયોગી થશે, અને ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃતનું સંક્ષેપમાં સરલતાથી તેઓ જ્ઞાન મેળવી શકશે. એટલું જ નહિ, ગુજરાતના સુપ્રસિદ્ધ શબ્દાનુશાસન સિદ્ધહેમચંદ્રના અભ્યાસ માટે પ્રેરાશે-એવી આશા છે.
-લાલચંદ્ર ભગવાન ગાંધી અર્ધ માગધીના મુંબઈ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ અધ્યાપક જૈન પંડિત પ્રાચ્યવિદ્યામંદિર - વડોદરા
૧૭