________________
૨૩. સામાન્ય રીતે ગુજરાતી ભાષા લખી વાંચી જાણનાર બાલક
બાલિકાઓ અને પ્રૌઢ કે વૃદ્ધ સ્ત્રી પુરુષો પણ સારી રીતે આ પ્રવેશિકામાં પ્રવેશ કરી શકે, તે જાતનો ખાસ ધ્યાન રાખવામાં આવેલો ઉદ્દેશ. શિષ્ટ સાહિત્યમાંથી પસંદ કરી પરિશિષ્ટ રૂપે છેલ્લે જોડવામાં
આવેલો રોચક અને બોધક સંસ્કૃત સાહિત્ય સંગ્રહ. ૨૫. પુસ્તકનું કદ થોડું વધારીને પણ સિદ્ધહેમચંદ્ર વ્યાકરણના જે જે
સૂત્રો આ પ્રવેશિકામાં નિયમ રૂપે વપરાયેલા છે, તે સઘળાયે સૂત્રો અષ્ટાધ્યાયીની ક્રમથી સંપૂર્ણ રીતે પાછળ આપેલા છે, તે તે સૂત્ર ઉપરથી ઉપજાવેલા નિયમો કે તેના ભાગો ક્યા પાઠના ક્યા ક્રમમાં છે? તે બંન્નેય પ્રકારના આંક તેની સાથે જોડવામાં આવેલા
છે.
૨૬. તમામ શબ્દોના સંસ્કૃત અને ગુજરાતી એમ બન્ને પ્રકારના કોશો
અકારાદિ ક્રમથી વ્યાકરણની સંજ્ઞાઓ અને ચોક્કસ અર્થો સાથે
પાછળ સામેલ કરવામાં આવેલા છે. ૨૭. સંખ્યા વાચક નામો સમાસઃ તદ્ધિતઃ કૃદંતઃ વાક્ય વ્યવસ્થા જેવા
વિષયોના પણ પ્રાથમિક દરજ્જાનો સરળતાથી નિર્દેશ કરવામાં
આવેલો છે. ૨૮. ઈતર વ્યાકરણોથી પરિચિત અધ્યાપકોને અભ્યાસ કરાવવામાં
જરા પણ અગવડ ના પડે તેવી સંભાળ રાખવામાં આવેલી છે.
પુષ્પમકરન્દ ભ્રમર ન્યાયે જ્ઞાનની સુગંધ જેમ બને તેમ જલ્દી મેળવી લેવાના હાલના સમયમાં સરળતાની સાથે સંસ્કૃત ભાષા જેવા કઠીન વિષયના અભ્યાસને રોચક અને રસપ્રદ બનાવવામાં લેખકે સારી સફળતા પ્રાપ્ત કરી છે.
-પ્રભુદાસબેચરદાસ પારેખ