________________
૧૬. કશીયે મુશ્કેલી વિના સમજી શકાય તેવી સાધનિકા સમજાવ્યા
બાદ, ઉદાહરણ પુરતું જ કરાવાયેલું ધાતુ અને નામો વિ.નું સંપૂર્ણ
પ્રત્યક્ષ રૂપદર્શન. ૧૭. કોશ બહુ જ ઓછો અને જરૂર પુરતો જ આપીને, જેમ બને તેમ
પાઠોનું કદ વધવા ન દેવાની રાખવામાં આવેલી વફાદારી. ૧૮. સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની પરિભાષા અનુબંધ અને પરિપાટીને
પણ જેમ બને તેમ અક્ષત રાખવા માટે લેવાયેલો પરિશ્રમ અને છતાં વિદ્યાર્થીને તે કોઈ રીતે નડતરરૂપ ન થતાં આગળ આગળ
સહાયક થાય, તેવી પૂરતી સંભાળ. ૧૯. કઠીન વિષય પણ સહેલાઈથી સમજી શકાય, તેવી રીતે પૂર્વ
ભૂમિકા રચીને સાધવામાં આવેલો ક્રમિક વિકાસ. ૨૦. વિભક્તિ અને સંધિઓના વધુમાં વધુ ઉપયોગી નિયમોનો જેમ
બને તેમ લગભગ મોટા ભાગનો સંગ્રહ. ૨૧. સરળતાથી વપરાશ કરી શકાય તેવી રીતે તેવા પ્રકારના તદ્ધિત
પ્રત્યયો; સમાસો; કૃદંતો તથા તેના વિગ્રહો (અર્થ સમજવા માટે વિભાગો છુટા પાડી બતાવવા તે) તથા કર્મણિ વિગેરે;
પ્રયોગોની સ્પષ્ટ સમજુતીઓ. ૨૨. હાઈસ્કુલ અને કોલેજના વિદ્યાર્થીઓને સંસ્કૃત વ્યાકરણના નિયમો
મોઢે કરવા તથા સાધનિકા તૈયાર કરવામાં ઘણી મુશ્કેલીઓ નડતી જોવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ તો પુષ્પની સુગંધ લેવાય તે જ રીતે માત્ર પાઠોમાંથી સુગંધ લેતાં લેતાં આગળ વધી જેમ તેમ કરીને પાસ થતા હોય છે, તેને લીધે તેમનું વ્યાકરણ જ્ઞાન તદન નબળું-નહિ જેવું જ રહી જાય છે, તે દોષ ન રહેવા પામે અને જેમ બને તેમ ઓછી મહેનતે યાદ રહી જવા પામે, દષ્ટિ સામે દરેક બાબતો રમતી રહે, મન સાથે જડાતી જાય, તેવી રીતે કરવામાં આવેલી ખાસ યોજનાઓ.
૧૫