________________
તેવી ગર્ભિત રીતની પુનરાવર્તન પદ્ધતિ તથા વચ્ચે વચ્ચે જુદા જુદા અભ્યાસ પાઠો અને પ્રશ્નાવલીઓ મૂકીને વિદ્યાર્થીના અભ્યાસની સંગીનતાની ખાત્રી કરી લેવાની શિક્ષકોને પૂરી પાડવામાં આવેલી વ્યવસ્થિત સગવડ. સરળ રોચક અને વિકાસક્રમે બુદ્ધિને જગાડતાં જેમ બને તેમ
પ્રાચીન સાહિત્યમાંથી પસંદ કરાયેલા સંસ્કૃત વાક્યો. ૧૦. વિદ્યાર્થી ત્રાસે નહિ, તેટલી પરિમિત સંખ્યામાં હોવા છતાં
યથાસ્થાને અભ્યાસની કસોટી કરી લેનારા ભાષાન્તર માટેનાં
ગુજરાતી વાક્યો. ૧૧. ક્રમબદ્ધ, સરળ ભાષામાં, જેમ બને તેમ સંપૂર્ણ છતાં સંક્ષેપમાં
ભાવ બરાબર સમજાય તેવી સ્પષ્ટતા સાથે વ્યાકરણના સૂત્રોને
સંપૂર્ણ રીતે સંગ્રહી લે તેવા નિયમો. ૧૨. કેટલેક ઠેકાણે “સૂત્રોની વિશાળ વ્યાપ્તિને હજુ વિદ્યાર્થીની શક્તિ
નહિં પહોંચી શકે તેવું અનુમાન કરી ઉચિત રીતે નિયમોના ત્યાં જ પાડી બતાવેલા બે ત્રણ ભાગો તથા કોઈ કોઈ સ્થળે સરલતાને બાધ ન આવવા દેવા માટે, જુદા જુદા પાઠોમાં આપેલા વિભાગો
મળીને પણ એક આખો નિયમ આપી દેવાની લેવાયેલી કાળજી. ૧૩. પાઠમાં જ સીધી અને સળંગ રીતે વિષય તરફ આકર્ષા પાઠમાં જ
વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે, નીચે ટીપ્પણમાં નિયમો
આપવાની સૂચક પદ્ધતિનો કરવામાં આવેલો ત્યાગ. ૧૪. ઘણી ખરી વસ્તુઓની સમજુતી ન આપતાં સૂચક નિર્દેશવાળાં
શીર્ષકો કરીને સંક્ષેપને આપવામાં આવેલું ભારે ઉત્તેજન. ૧૫. પ્રયોગોની ક્રમશઃ અને વ્યવસ્થિત સાધનિકો માટે ગતપાઠોના
નિયમો સૂચવવા અપાયેલા વ્યવસ્થિત આંકડા.
૧૪