________________
ગર્ભિત સૂત્ર રચનાઃ યોગ્યમતમતાન્તર સંગ્રાહકતા વિદ્યાર્થીઓની સુરુચિને આકર્ષે તેવી પાઠ્ય પુસ્તકને લગતી વ્યવસ્થા વિદ્ધબુદ્ધિને સંતર્પણતા અને સહર્ષ સંતોષ-પ્રદાનતા, વિગેરે અનેક ગુણગુણથી અલંકૃત અનેરી ખૂબીઓનો મહાસાગર એ ગ્રન્થ-રત્ન છે.
તેનો, સંસ્કૃત ભાષાના સર્વ સામાન્ય પ્રાથમિક અભ્યાસીઓને સાશ્ચર્ય અને સાનંદ યથાશક્ય પરિચય પ્રાપ્ત કરવાનો મોટામાં મોટો લાભ આ પ્રવેશિકાથી પ્રાપ્ત થશે.
કર્તાએ, આ હૈમ-સંસ્કૃત પ્રવેશિકા પ્રથમા મધ્યમા અને ઉત્તમા: રૂપે રચીને ત્રણ વિભાગમાં સંસ્કૃત ભાષાનું સરળતાથી આવશ્યક જ્ઞાન પૂરતી રીતે કરાવવાની ધારણા રાખેલી છે. આ ઉદ્દેશ ધ્યાનમાં રાખીને આ પ્રથમ પ્રવેશિકા તૈયાર કરવામાં સારી કુશળતા વાપરી છે. ૧. સંપૂર્ણ સરળતા. ૨. વિષયોનો સમાવેશ ઘણો. 3. વિદ્યાર્થીના માનસને બોજો પડવા ન દેવાની અને કંટાળો ઉત્પન્ન
ન થવા દેવાની ઠામ ઠામ રખાયેલી કાળજી. ૪. જરાયે ગુંચવાડો ઉભો ન થાય, તેવી અસંદિગ્ધ રીતે વિષયની
વિશદ સ્પષ્ટતા. એક બે દિવસમાં જ પુરા થઈ જાય અને વિદ્યાર્થીમાં નવો ઉત્સાહ જગાડે, તેવા વિષયવાર નાના નાના પાઠો. જેમ બને તેમ માતૃભાષામાં પરિચિત થતા શબ્દોનો વપરાશ અને તેનો કોશ. પરિચિત ઉપરથી અપરિચિતનો બોધ કરાવતી પરિચય પદ્ધતિનો યથાસ્થાને આશ્રય. નવા નવા વિષયોનો ઢગલો વિદ્યાર્થી સામે એકદમ ન રજુ કરી દેતાં, તે તે વિષયોનો અભ્યાસ સહજ રીતે પાકો થતો જાય,
૧ 3