________________
હાર્દ.... “હૈમ-સંસ્કૃત-પ્રવેશિકા”નામની આ પુસ્તિકા તેની સાથે જોડાયેલા હૈમ શબ્દ ઉપરથી સમજી શકાય છે, કે “બાલ્યકાળથી જ અનેક શાસ્ત્રોના અને સ્વ-પર અનેક દર્શનના તથા વિદ્યાઓના અસાધારણ જ્ઞાન સાથે આધ્યાત્મિક અદ્ભુત ઉચ્ચ ચારિત્રને લીધે સંપૂર્ણ પવિત્ર જીવન જીવતા આજીવન સંપૂર્ણ બ્રહ્મચારી મહાયોગી અને તેમના સમયથી માંડીને આજ સુધીના કાળમાં અનન્ય મહામાનવ તરીકે વિશ્વ વિદ્યુત મહાનું જૈનાચાર્ય કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજની અદ્ભુત કૃતિ ભારત વાડ્મયના ગ્રન્થરત્ન સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન નામના પ્રસિદ્ધ વ્યાકરણના આધારે રચાયેલ છે.”
વિશેષ અવલોકનથી એમ પણ સમજી શકાય કે - “તે મહાવ્યાકરણના નિયમો અને સિદ્ધાંતોને આધારે રચાયેલી હોવાથી આ પ્રવેશિકા (૧) તેમાં સરળતાથી પ્રવેશ કરી શકાય; તથા (૨) સ્વતંત્ર રીતે પણ સંસ્કૃત ભાષાનો સરળતાથી બોધ મેળવી શકાય એવી દ્વિવિધ વ્યવસ્થાથી રચવામાં આવેલી છે.”
સામાન્ય રીતે શાસ્ત્રીય પદ્ધતિને આધારે કોઈપણ વિષયના ગ્રન્થની રચના કરવામાં ગ્રન્થ રચનાના ઘણા શાસ્ત્રીય નિયમોનો આધાર લેવો પડે છે, તેમાંય સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રની વિશાળ પ્રસ્થાનવાળી છતાં સંક્ષેપમાં રચનાના અનેક સૂક્ષ્મ નિયમો લાગુ કરવા ઉપરાંત ઘણી જ સંભાળપૂર્વક ઉચ્ચ-વ્યવસ્થા શક્તિનો ઉપયોગ કરવો પડે છે, એ દષ્ટિએ પણ તુલના કરી જોતાં, સિદ્ધ હેમચંદ્રશબ્દાનુશાસન નામનું વિશ્વવિખ્યાત મહાવ્યાકરણ સાંગોપાંગો અને અસાધારણ પ્રકારનું છે. “એમ વિદ્ધદૂમાન્ય થઈ ચૂક્યું છે.”
પદ્ધતિસર: સંકલનાબદ્ધઃ સુસંબદ્ધવિષયક્રમ: યોગ્ય શબ્દસંક્ષેપ વિષયની તદ્દન અસંદિગ્ધ વિશદતાઃ પ્રક્રિયા લાઘવઃ ગંભીર વિવેચનઃ
૧૨