________________
શ્રી શિવલાલ નેમચંદ શાહમૃત “હૈમ-સંસ્કૃત પ્રવેશિકા'નું પ્રથમ પુસ્તક જોયું. આચાર્ય હેમચન્દ્રના સુપ્રસિદ્ધ સિદ્ધહેમ વ્યાકરણને અનુસરીને, વિદ્યાર્થીઓને નવીન પદ્ધતિએ સરળ બોધ થાય એ રીતે આ કૃતિની રચના કરવામાં આવી છે. એમાં સાધારણ પદ્ધતિ જો કે ભાંડારકરની સંસ્કૃત માર્ગોપદેશિકા'ની છે, પરંતુ એની વિશિષ્ટ ઉપયોગિતા એ છે કે હૈમ-વ્યાકરણની પરિભાષાનો અને નિરૂપણ પદ્ધતિનો પરિચય કરાવીને એ વિશાળ વ્યાકરણ ગ્રન્થનો મૌલિક અભ્યાસ કરવા પ્રત્યે એ અભ્યાસીને પ્રેરે છે. ગુજરાતના પ્રધાન વ્યાકરણોનો અભ્યાસ ખુદ ગુજરાતમાં જ મુકાબલે ઘણો ઓછો થાય છે; એ સ્થિતિ દૂર કરવામાં આ પુસ્તક સહાયભૂત થશે એમ માનું છું. આ પછીના બન્ને ભાગો - “મધ્યમા' અને ઉત્તમાં પ્રવેશિકા'નું ત્વરિત પ્રકાશન પણ એ રીતે આવકાર પાત્ર થશે.
ભોગીલાલ જ. સાંડેસરા, એમ.એ.
અધ માગધી અને ગુજરાતીના અધ્યાપક, ભો.જે.વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ,
પંડિત શ્રી શિવલાલ શાહમૃત “મ સંસ્કૃત પ્રવેશિકા” પુસ્તિકા જોઈ. આ પુસ્તક વિદ્યાર્થીઓને ઓછી મહેનતે વધારે બોધ કરાવી શકે તેમ છે.
સામાન્ય બુદ્ધિવાળા વિદ્યાર્થીને પણ સંસ્કૃત ભાષાના અભ્યાસમાં ઉત્સાહિત બનાવવા માટે આ પુસ્તિકા અસાધારણ સાધન બની શકે તેમ છે. આ સરળ સંયુક્ત પુસ્તિકાને સૌ કોઈ વહેલી તકે અપનાવે એવી આશા રાખું છું.
લી. છબીલદાસ કેશરીચંદ સંઘવી અધ્યાપક શ્રી સ્યાદ્વાદ સંસ્કૃત પાઠશાળા અને શ્રી ભટ્ટીબાઈ જૈન શ્રાવિકાશાળા - ખંભાત.
૧૮ ,