________________
ગુજરાતી વાક્યો દેવદત્ત અહીંથી જા, ઉભો ન રહે. માણસો ! સત્ય બોલો, લોભ તજો. ભૂખ્યાને અન્ન આપો અને તરસ્યાને પાણી આપો. જો કીર્તિને ઇચ્છો છો, તો ગરીબોની આપત્તિને હરો. છાત્રોવડે વિદ્યા મેળવાય. હું દેવાલયમાં જાઉં અને દેવને પૂજુ. સર્વત્ર માણસો શાન્તિ મેળવે. આપણાવડે શત્રુઓના પણ અપરાધ માફ કરાય. તમને ધર્મનો લાભ થાઓ. હે માણસો ! સત્ય શોધો. તમે ધર્મ કરો, પાપ ન કરો. તમારાવડે વિદ્યાર્થીઓને પુસ્તકો અપાઓ. હું સંસાર (રૂપ) કેદખાનામાંથી મુક્ત થાઉં. અરે નોકરો ! તમે આ વૃક્ષોને પાણી વડે સિંચો. હે પુત્ર! તું સાધુ થા અને ઘણી વિદ્યા મેળવ. અરે ! તું રાજા પાસે જા અને જઈને રાજાને કહે, કેઆ પાંજરામાંથી પક્ષિઓને છોડી દો. પૈસાના લોભથી પણ મારાવડે અસત્ય કહેવાય નહિ. આ માટીના ઘડાઓને ઘરે લઈ જાઓ. ગોવાળ ગાયોને ગામમાં લઈ જાય. આવો, આપણે અહીં ઉદ્યાનમાં બેસીએ. દિનેશ! હવે તું ભણ, રમ નહિ.
અભ્યાસ ૮ ૧ ક્યા ક્યા અર્થોમાં, સપ્તમી (વિધ્યર્થ) અને પંચમી (આજ્ઞાર્થ) આ બન્ને વિભક્તિઓ થાય છે.
૧૧