SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ વૈય ના અવલ`ખનથી મહેન્દ્ર રાજવીની સ્વર્ગ પ્રાપ્ત ઃ કથારન–કાશ : પારધીને મારી કરુણા આવી અને તેણે મને ‘ પેાતાની નાની બેન ' તરીકે સ્વીકારી અને પછી તે પારધીએ પાતાની સાથે મને પરાણે ભાજન કરાવ્યું. પછી જેમ પિતાને ઘરે હાઉં એ રીતે ત્યાં આટલા દિવસ સુધી કઈ પ્રકારની ખાધા-તકલિફ વિના જ રહી. હવે દેવ ! તમે પણ તમારી પેાતાની વાત કહેા. પછી રાજાએ પણ પાતે પૂર્વ સમુદ્રને કાંઠે પડ્યો હતા ત્યાંથી માંડીને પેલા સા વાહને મળ્યા અને તેણે પેાતાના પુત્રને પાછે સાં ત્યાં સુધીની બધી પેાતાની હકીકત કહી સંભળાવી. પછી રાજાએ પેાતાના મોટા પુત્રને પૂછ્યું: હું પુત્ર! તું આટલા સમય સુધી ક્યાં રહ્યો હતા ? તે એલ્યુંઃ હું પિતાજી! દક્ષિણ દિશામાં આવેલી ભીમાટવી નામની અટવીમાં હું ફેંકાયા હતા, ત્યાંથી આમતેમ ભમતાં મને એક તાપસના આશ્રય મળી ગયા. ત્યાં તાપસેાની પાસે કદમૂલ વગેરે ખાઇને મેં આટલા દિવસે સુખથી કાઢી નાખ્યા. આ પ્રમાણે એક બીજાની સુખદુઃખની વાત સાંભળીને રાજી થયેલેા રાજા હવે પોતાના રાજ્યના કામકાજ તરફ ધ્યાન આપવા લાગ્યા. એક પ્રસંગે તેને સસ્પેંસારના સુખાથી વૈરાગ્ય આવી ગયા અને તેણે પોતાના પુત્રને ગાદી ઉપર બેસાડી પોતે પોષધશાળામાં જઈ પૌષધ લીધે, ત્યાં તે તપ અને સયમ સાધવા લાગ્યું, સજઝાયપૂર્વક ધ્યાનમાં મન પરોવી દીધું. એ રીતે સંવેગવૃત્તિવાળા તે મહાત્મા સારી રીતે ત્યાં પેાતાના દિવસે વીતાવતા હતા, ત્યાં તેને તેનાં પૂર્ણાંકના દેશને લીધે શ્વાસ, ખાંસી વગેરે અનેક મહારાગા થયા તે પણ તે, એ બધા રાગોને ધીરજપૂવ ક સહન કર્યે જતા હતા, હવે એ, તે જ સ્થળે પોતાની છેલ્લી અવસ્થાને ખરાખર આરાધી કાળધર્મ પામ્યા અને એક પત્થાપમના આયુષ્યવાળા તેજસ્વી દેવ થયા. આવતી આપદાઆને સ`પદા તેને જ આવી મળે સમૃદ્ધિ જે પુરુષ પાતાના ચિત્તને અવિચલિત રાખી જેવી સમજે છે તે પુરુષ ધીર કહેવાય છે અને બધી છે. વળી નાનુ એવું દુઃખ આવી પડતા પણુ જે પુરુષ ધીરજને ખાઈ બેસે છે તે, મૂઢ અની જાય છે, શેકમાં પડી જાય છે અને એવા મેહ અને શેકથી આઘાત પામેલા પુરુષ પાછળથી ધથી પણ ખરેખર ખસી જાય છે. એવા ધર્માંથી દૂર ખસી ગયેલા પુરુષ વધતી જતી બધી કલ્યાણ વેલડીઓને છેદી નાંખે છે અને તેનાં બધાં કલ્યાણા છેદાઈ જતાં તે, પાંખ કપાયેલા પક્ષીની પેઠે કશું જ કરી શકતા નથી. હવે તેવા પ્રકારના અસમ થયેલે પુરુષ ભવના આ દરિયામાં ગળકાં જ ખાધા કરે છે. ઘડીકમાં નીચે જાય છે, ઘડીકમાં ઉપર આવે છે એમ ગોથાં જ ખાધા કરે છે અને તેને કદી પણુ વિમુક્તિને માગ મળી શકતા નથી, એટલે હવે તેને કઈ કઈ વિપત્તિ નહી આવે? એ પ્રમાણે ધીરજવાળા પુરુષના ગુણાને અને ધીરજ વગરના પુરુષના દેષાને સારી રીતે બરાબર અવધારી દક્ષપુરુષે ગુણવાળા પક્ષ વગર વિલએ ગ્રહણ કરી લેવા જોઇએ. એ પ્રમાણે શ્રી કથારત્નકાશમાં ધૈય ગુણ વિષે મહેન્દ્ર રાજાનું કથાનક સમાપ્ત, ( ૨૮ ) "Aho Shrutgyanam"
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy