________________
ગાંભીર્ય વિશે વિજ્યાચાર્યની કથા (ર૯)
આ માનવમાત્રમાં કેટલાક ગુણ તે દેખાય છે પરંતુ ગંભીરતાને ગુણુ બધે
- દેખાતો નથી. જે માનમાં ગાંભીર્ય ગુણ હોય છે તેઓ, તે ગુણવડે
પિતાનાં કાર્યોની સિદ્ધિ મેળવી શકે છે માટે અહીં એ ગંભીરતાના ગુણ વિશે કહેવાનું છે. જે ગુણની હયાતી હોય તે માનવના મનને કઈ પામી શકતું નથી અર્થાત્ મનની અંદરના ભાવેને-ભયવૃત્તિ, શેકવૃત્તિ, હર્ષવૃત્તિ અને કે પવૃત્તિ વગેરે ભાવોને માનવ, અત્યંત નિપુણ થઈને કળાવા દેતા નથી તેનું નામ ગાંભીર્ય, નીચ કુળમાં જન્મ પામેલા પુરુષો પણ ગંભીર વૃત્તિવાળા હોય તે ઉત્તમ કુળમાં જન્મ પામેલા પુરુષની પેઠે લેકેમાં આદરણીય-પૂજાપાત્ર થાય છે. જે પુરુષો ગંભીર હોય છે તેમને શત્રુ પણ મિત્ર બને છે, પરજન પણ સ્વજન બને છે, ખળ માણસ પણ ગુણગ્રાહી નીવડે છે અને દે પણ એવા ગંભીર પુરુષની સેવા સ્વીકારે છે. વળી,
સર્વજ્ઞ ભગવાને જે જે હકીકતે અપવાદરૂપે-ઉત્સર્ગરૂપે કહેલી હોય છે અને જે જે હકીક્ત અપવાદરૂપે-વિશેષરૂપે જણાવેલી હોય છે તે બધી હકીકતેને જે પુરુષ ગંભીર ન હોય તે બરાબર પચાવી શકતા નથી. યથાર્થ પણે સમજી શકતું નથી. જેમ સમુદ્રમાં એક બીજાને બાધા કર્યા વિના જ અમૃત અને વિષ એ બને રહી શકે છે તેમ ગંભીર પુરુષમાં જ સામાન્ય સૂત્ર અને વિશેષ સૂત્રે એક બીજાને બાધા કર્યા વિના જ સ્થિર રહી શકે છે અર્થાત્ ગંભીર પુરુષ જ એ સૂત્રને યથાર્થ ઉપયોગ કરી શકે છે અને કરાવી પણ શકે છે. જે પુરુષ એવા ગંભીર ન હોય તેઓ કેવળ વિશેષરૂપે--અપવાદરૂપે જણાવેલા સૂત્રને જ જાણીને અભિમાનમાં આવી જાય છે અને પિતાની જાતને “અમે જ પંડિત છીએ” એમ માની બીજા મુનિઓને ઉપહાસ કરે છે. એવા તે અર્ધદગ્ધ ગુરુ થઈ શક્તા નથી, પૂજનીય બની શકતા નથી. જેમ પોતાની બહેનને પિતાની વિદ્યાના વૈભવને બતાવવાના ગર્વથી જેમ સ્થલભ વિક્રિયા કરી બતાવી અને પૂરું થત ન પામી શક્યા તેમ એવા પંડિતમન્ય પુરુષે શ્રતસાગરને પાર પણ પામી શક્તા નથી. જે પુરુષે ગંભીર હોય છે તેઓ પિતાનાં અને બીજાનાં કાર્યો સાધી શકવા સમર્થ હોય છે અને શ્રી વિજયસૂરિની પિઠે ઉત્તમ સુખસંપદાને પણ તેઓ પામી શકે છે. એ વિજયસૂરિની વાત આ પ્રમાણે છે.
દાનવ શઠ કમઠે વસાવેલા ભારે મુશળધાર વરસાદને લીધે આ દેહ ઢંકાઈ ગયેલ છે, પલળી ગયેલ છે, છતાં જેમને સવિશેષ પ્રકારનો ભભકતે ધ્યાનને અગ્નિ અખંડ ચાલી રહ્યો છે એવા શ્રી પાર્શ્વજિન હતા. આ મહાત્મા પુરુષ પુર, નગર, ખેડા, કબૂટ, મંડલે અને ગામમાં વિહાર કરતા કરતા મથુરા નગરીની બહાર આવીને સમવસર્યા. ત્યાં દેવોએ
"Aho Shrutgyanam