________________
૮૭ કનકદત્ત પુરોહિતને થયેલ પાર્શ્વનાથ ભગવંતના શિષ્યને મેળાપ : કથાન–કેશ: ત્રણ ગઢ બનાવ્યા. તેમાં સિંહાસન રચ્યું. એ સિંહાસનમાં બેઠેલા ભગવાન દેવ, દાનવ સહિત આખી પરિષદુને ધર્મકથા કહેવા લાગ્યા. હવે મથુરાનગરમાં તરભેટામાં, ચેકમાં, ચાચરમાં, સભાઓમાં અને પરબ વગેરે અનેક સ્થાનમાં “અહીં આવીને ભગવાન ધર્મકથા કહે છે.” એ વાત બધે ફેલાઈ ગઈ. તેથી ભક્તિભાવથી ભરપૂર ભરેલા એવા રાજાઓ, કેટવાળો, સેનાપતિઓ, ચેટ્ટીઓ, મંત્રીઓ અને સામંત વગેરે અનેક લેકે એ જિનપતિને વંદન કરવા માટે ગયા. ધર્મકથા સાંભળીને પાપરજને ખંખેરી નાખી વિનય સાથે પ્રણામ કરી સંતેષને લીધે પ્રફુલ્લ નેત્રવાળા બની તેઓ પાછા પિતપતાને સ્થાને ચાલ્યા ગયા.
હવે ભગવાનનો છઠ્ઠ, અઠ્ઠમ વગેરે કઠિન મહાત કરી શરીરને સૂકવતે શિષ્ય થશષ નામે તપસ્વી પારણને દિવસે પાત્ર લઇને ધીરે ધીરે ચાલતો અને જીવરક્ષા માટે ધરતી ઉપર આગળ આગળ ધુંસરાપ્રમાણુ જગ્યા ઉપર ઝીણી નજરે જોત જોતો તે જ નગરીમાં ઉચ્ચ નીચ કુળમાં ભિક્ષા માટે ભમતો ભમતે કનકદત્ત પુરોહિતને ઘરે પહોંચ્યો. દેવતા વગેરેની આરાધના, પૂજા ઈત્યાદિ કરવાથી તે પુરેહિતને ઘરે એક વિજય નામે પુત્ર જનમે હતે. તે છ મહિનાને થયે એટલામાં જુદા જુદા અનેક રોગોથી ઘેરાઈ ગયે. હજારે ઉપાયે કરવા છતાં ય એ સાજે ન થઈ શકે. માંદે ને માંદે જ રહ્યો એથી એને પુરોહિત પિતા ભારે શેક-સંતાપ કરતો હતે. એવામાં પિતાના ઘરના આંગણામાં શાંત નેત્રવાળા તપોધનને આવેલા તેણે જોયા. એને જોતાં જ “ આ સાક્ષાત્ પુણ્યને ગંજ આવેલ છે” એમ જાણીને એ પુરેહિત પરમ પ્રમાદને ધરતે આદરપૂર્વક તેને પગે પડીને વિનયપૂર્વક વિનવવા લાગ્ય: હે ભગવંત! તમારામાં અનુપમ કરુણ ભરી છે એમ તમારે દેખાવ જ કહી આપે છે, તમારી નજર પણ પાપના રાશિને દૂર કરી શકે એવી છે, તમારા ચરણની ધૂળ પણ પાપના વિકારને શાંત કરી દે છે, માટે તમે કૃપા કરીને આ મારા પુત્રને જુઓ અને કહે કે આ બિચારે શી રીતે નીરોગી થશે ? સાધુ બોલ્યાઃ ભગવાને અમને સ્વાધ્યાય અને ધ્યાન વગેરેમાં જોડાઈ રહેવાનું કહેલું છે અને આવા બીમારને સાજે કરો વગેરે કૃત્ય કરવાની સાફ ના પાડી છે. પુરોહિત બેલ્યઃ તમારે વળી કોણ ભગવાન પ્રભુ છે ? સાધુ બેલ્યા
જેનાં ચરણોમાં પ્રણામ કરવાથી ભૂત, પિશાચ વગેરેને ભય ભાગી જાય છે, જેનું માત્ર નામ લેવાથી પણ રોગાદિકનું ગહન વન છેદાઈ જાય છે, જેનું કીર્તન-સ્તવન કરવા માત્રથી ફરીફરીને સંસારમાં જન્મ લે પડતું નથી તે ત્રણે લેકમાં પ્રખ્યાત એવા શ્રી પાર્શ્વનાથ જ અમારા પ્રભુ છે. પુરોહિત બે જેના ઉપર ધરણે પિતાની ફણુઓના પાટિયા દ્વારા મંડપ કરેલું હતું, જેણે કમઠના પ્રચંડ કેપને ગર્વ ખંડિત કરેલ હતો, જેના ચરણના નખમણિમાંથી નીકળતા ચકચકતા વિશાળ કિરણ દ્વારા દિશાઓ શોભી રહી છે અને જેની સેવામાં બધા ઇદ્રો પણ હાજર થયા કરે છે એ શ્રી પાર્શ્વનાથ તમારા પ્રભુ છે ?
"Aho Shrutgyanam