________________
: કથારન-કેશ: નિધાન જેવાથી સાવદેવને થયેલ જાતિસ્મરણ જ્ઞાન રાજલક્ષમી કમલિનીને કંદ છે, વૈરી રાજાઓના પ્રતાપના પ્રસારને તેણે રેકી રાખેલ છે અને એ રાજાએ ઉચિત સમયે બધા લેકેને પ્રગતિ માટે અવસર આપે છે. વળી એ નગરીમાં ક્ષણભંગુર શબ્દને ઉપગ માત્ર કેપ-વિકારમાં થાય છે પણ ધર્મવ્યવહારમાં થતો નથી અથાત્ એ નગરીના લેકમાં કોપવૃત્તિ ઘણી ઓછી છે, અને ત્યાંના ધર્મવ્યવહારે સ્થિર છે. અલિક શબ્દના બે અર્થ છે. એક કપાળ અને બીજો અસત્ય ભાષા. એ નગરીમાં આ “અલિક” શબ્દ માત્ર કપાળ અને કપાળના વર્ણન પ્રસંગે જ વપરાય છે પરંતુ તેને બીજે “અસત્ય ભાષા” અર્થ નીતિના પ્રસંગમાં વપરાતો નથી. અર્થાત તે નગરીમાં નૈતિક વ્યવહારમાં અસત્ય ભાષાનો ઉપયોગ થતો નથી. એકલવિણસ શબ્દને એક અર્થ માછલને વિનાશ અને બીજો અર્થ પિતાના કુળનો વિનાશ અથવા કુળસહિત કોઈ વ્યક્તિને નાશ–આખા કુટુંબને નાશ થાય છે. આમાંને પેલો અર્થ ધીવર લોકે માછલાને વિનાશ કરતાં વાપરે છે ત્યારે બીજો અર્થ ત્યાંના અધિકારીના મંદિરમાં ક્યાંય વપરાત નથી અર્થાત્ ત્યાં કેઈ પિતાના કુળને નાશ કરે એવા કલહી લેકે જ નથી અથવા ત્યાંના રાજ્યાધિકારી કે એવી કઈ સજા નથી કરતા કે જેથી કોઈના કુટુંબને સમૂળ નાશ થઈ જાય. એવી એ નગરીમાં મંથર નામે એક શેઠ રહેતો હતો. એ શેઠ ઘણું ધન કમાતો હતો તેથી એમ જણાતું હતું કે એને વેપારને પથારે ઘણું વિશાળ હતું. એ શેઠને કમળના દળ જેવી વિશાળ આંખવાળી લક્ષ્મી નામે એક સ્ત્રી હતી. તેમને સર્વ ગુણોથી યુક્ત એવા સાવ દેવ અને ભાદેવ નામના બે પુત્ર હતા. તે બંને છોકરાઓને તેમને યોગ્ય કુળવંતી કન્યાઓ સાથે પરણાવ્યા હતા અને એ રીતે ઉચિત સ્થિતિને લીધે તેમનો બધાનો સમય વીતતે હતો.
એક વાર તેના ઘરની આગળ મંડપ ઊભું કરવાનો હતે. તે વખતે શેઠને ભેટે દીકરો સાવવા વિશાળ પત્થરની ખંભી છેડતો હતો. એ ખેદતાં ખેદતાં તેણે જમીનમાં દાટેલા નિધાનના કાંઠા સાથે કેશ અફળાવાથી તેને અટકારો સાંભળે. “એ શું છે?” એમ વિચારીને પછી તેણે વધારે ઊંડું છું તો તેમાંથી એક તાંબાને કળશ પ્રગટ થશે. કળશનું મોટું તે ઉપરની મહાર તોડી નાખીને ખુલ્લું કર્યું અને તે તેમાં જેવા લાગે તે એમાં એણે પિતે પૂર્વભવમાં મૂકેલાં ઘરેણાં જોયાં. એ જોતાં જ તેને જાતિસ્મરણ થઈ આવ્યું એટલે પિતાના આગલા ભવની સ્મૃતિ થઈ આવી. જાતિસ્મરણ થતાં જ મૂરછ આવતાં તેની આંખ મીંચાઈ ગઈ અને તે જમીન ઉપર પડી ગયું. “હાય ! હાય ! આ શું થયું ?” એમ કહેતાં સ્વજનેએ તેને વસ્ત્રના છેડાઓ વડે પવન નાખે. ક્ષણતરમાં પાછો તે સચેત થયે અને પિતાએ તેને પૂછ્યું: હે પુત્ર! આ શું થઈ ગયું? સાવદેવ બોલ્યા પિતાજી, મને મારા પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું તેથી એમ થઈ ગયું. પિતા બેલ્યોઃ એ શી રીતે સંભવે ? સાવ દેવ બેઃ બરાબર સાંભળોઃ
"Aho Shrutgyanam