________________
સાવદેવે કહેલ પૂર્વભવને વૃત્તાંત
: કથાન–કાશ :
હું આ પહેલાના પાંચમા ભાવમાં ઉજજેણું નગરીમાં વસુ નામે વાણિયાને છેક હતો. ત્યાંથી ઉત્તમ ઉત્તમ કરિયાણુને સમૂહ લઈને હું આ નગરીમાં આવ્યો. બધું કરિયાણું વેચી નાંખ્યું. ઘણી સારી કમાણી થઈ. હું જે ઘરમાં રહેતા હતા તે ઘરના માલિક શભુ નામના શેઠની સાથે મારે રેજ ને જ મળવાનું થાય, નેહભરી વાતો થાય તેમ કરતાં કરતાં તે મારે એ શેઠની સાથે ભાઈબંધી થઈ ગઈ. હવે એક વાર ત્યાં પરચકને ઉપદ્રવ એટલે કેઈ બીજા રાજ્યને હલ્લો થવાને સાંભળે. પછી હું એ શંભુ શેઠને એકાંતમાં મળ્યો અને કહ્યું કે-હવે આપણે શું કરવું ? આ બધું ધન અને ઘરેણુને ભેટે જશે ગમે ત્યાં સંતાડી શકાય એમ નથી. શેઠ બે નિરાંત રાખે. અહીં આ બધું ધન વગેરે તાંબાના કળશમાં નાખી આ ઘરના આંગણમાં દાટી દે. “ઠીક' એમ કહીને મેં તો તેના ઉપરના વિશેષ વિશ્વાસને લઈને જેમ તેણે કહ્યું હતું તેમ બધું કર્યું. પછી તે મેં મારા જૂથના માણસને પણ આમતેમ જુદા જુદા વિખેરી નાખ્યા અને તે જ રીતે હું ત્યાં જ એક સૂત. પિલા શંભુ શેઠને વિશેષ લાભ થયે તેથી તેણે મારું ગળું વિશેષ જોરથી દબાવી મને મારી નાખ્યું અને હું ત્યાં તે જ ઘરમાં ઊંદરની નિમાં જન્મે. ઉંદરના અવતારમાં હું જરાક મેટે થયે-મારું શરીર જરાક ઠીક બળવાન થયું એટલે
જ્યાં મેં પહેલાં કમાયેલું ધન વગેરે દાઢ્યું હતું ત્યાં ઘસંજ્ઞાને લીધે મારું ઘર બનાવીને રહેવા લાગ્યા. એવામાં એક વાર વિશેષ ઉત્સાહમાં આવી જઈ મેં મારા દરની નીચે
દવા માંડ્યું અને એ રીતે ખોદતે બદત હું જરાક આગળ વધે એટલામાં મને એક સર્પ ખાઈ ગયે. એ રીતે મરણ પામી પાછો હું તે જ ઘરમાં સર્પને અવતાર લઈ જન્મ પામે. પૂર્વના દેહને લઈને પાછો હું જ્યાં નિધાન હતું ત્યાં જ વારંવાર ફરવા લાગે એવામાં ત્યાં જ પાસે હરફર કરતાં એક નેળિયે મને મારી નાખે. વળી પાછા મરણ પામી હું ત્યાં જ એ ઘરધણીના પુત્રરૂપે તેના ઘરમાં જન્મે. મારું બાળપણ પૂરું થયા પછી તેણે મને કાંઈક ઉચિત કળાઓ ભણાવી અને અનુક્રમે હું જુવાન થયે.
હવે જ્યાં સુધી હું એ ઘરમાં પગ મૂકતો ન હતો, ત્યાં સુધી જ મને ચેન પડતું હતું, ત્યાં સુધી જ મારી બુદ્ધિ ઠેકાણે રહેતી હતી, ત્યાં સુધી જ મને દિશાઓનું અને તેમના વિભાગોનું ભાન રહેતું હતું, ત્યાં સુધી જ ચિત્ત સ્વસ્થ રહેતું હતું અને ત્યાં સુધી જ મારાં કામકાજ સંબંધી ઉદ્યમ કરી શકતે. નિરાંત કરીને એ ઘરમાં હું આવતો કે એકદમ મારી સાનભાન બધું ય નાશ પામી જતું. પછી તે ત્યાં મારા પિતાએ અનેક મંત્રવાદીઓને લાવીને મારા ઉપર અનેક ઉપચાર કરાવ્યા, તે પણ તેઓ મારે જરા પણ ઉપચાર ન કરી શક્યા-મને જરા પણ સારે ન કરી શક્યા. એવામાં એક પ્રસંગે ત્યાં, પોતાના નિર્મળ જ્ઞાનવડે સંસારના ભાવોને જાણી શકનારા સંવર નામના એક ઉત્તમ મુનિ મહાત્મા આવ્યા. મેં કઈ રીતે તેને જોયા અને મારી બધી હકીકત પૂછી.
"Aho Shrutgyanam