________________
દાક્ષિણ્ય ગુણ વિશે ભવદેવનું કથાનક (૨૭)
મા ણસ ભલે દક્ષ હોય છતાં તેનામાં દક્ષિય ગુણ ન હોય તે જગતમાં તે E3233 નિંદાપાત્ર થાય છે, માટે હવે અહીં દાક્ષિણ્યના સ્વરૂપ વિશે કાંઈક વિચાર 0 333 કરવાનું છે. વૃત્તિમાં શુભ આશય હોય, માત્સર્ય દેવ મુદ્દલ ન હોય એટલું જ નહીં પણ માત્સર્યને દૂર રાખવાને પ્રબળ પ્રયત્ન હોય અને એ રીતે અર્થાત માત્સર્ય વિનાના શુભ આશયપૂર્વક બીજાના કાર્યો તરફની પ્રવૃત્તિ હોય તે તેને દાક્ષિણ્ય કહેવામાં આવે છે. જેમ જેની પાસે દંડ હોય તેવા દંડવાળા પુરુષને માટે “દંડ' શબ્દનો પ્રયોગ થાય છે તેમ મુખ્ય ભાવે જેનામાં એ દાક્ષિણ્ય ગુણ હોય તેવા દાક્ષિણ્ય પુરુષ માટે પણ અહીં દાક્ષિણ્ય” શબ્દ વપરાયેલ છે. શાસ્ત્રમાં પણ સુધર્મની સિદ્ધિ કરવા માટે દાક્ષિણ્યને જ એક લિંગ હેતુ તરીકે કહેલું છે. દાક્ષિણ્ય વિનાને પુરુષ રૂની પેઠે લધુતાને પામે છે. ભલે આપણે પુત્ર હોય છતાં તે, દાક્ષિણ્ય ગુણ વગરનો હોય તો એક વૈરી જે ભાસે છે અને ભલે કઈ બીજે માનવ હોય છતાં દાક્ષિણ્ય ગુણવાળ હોય તો તે ભાઈ જેવો લાગે છે. માણસને માટે દાક્ષિણ્ય ગુણ અલંકાર સમાન છે, દાક્ષિણ્ય ગુણ ખેલ્યા વિના મળતા ધનના લાભ જે છે, ઉન્નતિનું સ્થાન છે, એક અસાધારણ વશીકરણ છે. વળી, ગુણશ્રેણી ઉપર ઉત્તરોત્તર આગળ ચડવા માટે દાક્ષિણ્ય એક નીસરણી સમાન છે એટલે જે લેકે કોઈ પ્રકારને ખેદ કર્યા વિના જ દાક્ષિણ્ય ગુણને ધારણ કરે છે, તેઓ જગતમાં પૂજનીય થાય છે. દાક્ષિણ્ય ગુણને લીધે જ ભવદેવ નામનો વાણિયાને છોકરો સુપુરુષના માર્ગમાં બહુમાન પામ્યો હતે અને પરમપદ-નિવણને પણ પામ્યા હતા. એ ભવદેવની કથા આ પ્રમાણે છે—
બંગાળદેશની વિભૂષારૂપ વિસપુરી નામે નગરી છે. તે નગરી સુભટની શ્રેણીની પેઠે વણલક્ષમીથી સુશોભિત છે. અર્થાત્ જેમ સુભટનાં શરીર ઉપર શોર્યસૂચક અનેક વણત્રણોની-ઘાની શભા હોય છે તેમ આ નગરમાં અનેક વણ–વનેની શોભા છે. વળી, એ નગરી પંડિતમંડળીની પેઠે સુહાસિયાયથી પ્રશોભિત છે એટલે જેમ પંડિતમંડળી સયસેંકડે સુહાસિય-સુભાષિતને બેલતી બોલતી શોભાયમાન લાગે છે તેમ આ નગરીમાં સયસેંકડો સુહાસિય-સુખાસને છે અને તેથી તે સુશોભિત લાગે છે. વળી, વસવાની ભૂમિની પેઠે એ નગરી ગયમયરાયસાવયા છે એટલે જેમ વસવાની ભૂમિમાં મૃગરાજ-સાવજ વગેરે જંગલી ધાપદ-જનાવર નથી રહેતાં તેમ આ નગરી ગયમયરાયસાવયા છે એટલે એ નગરીના સાવયા-શ્રાવકે ગયમયરાય-મદ અને રાગ વગરના છે અર્થાત્ એ નગરીમાં રહેનારા શ્રાવકે મદાંધ નથી તેમ રાગાંધ પણ નથી, એવી એ નગરીમાં ગુણરત્નેને સાગર એ દિવાકર નામે રાજા રાજ્ય કરે છે. એ રાજા વિરેચન કુલમાં ચંદ્ર સમાન છે,
"Aho Shrutgyanam