________________
: કથાર–કેશ :
સુદત્તની પ્રશમભાવે સંબંધી આત્મવિચારણા
પ૬
બાંધીને કેટવાળાએ બંદીખાનામાં નાખ્યા. ધનની જરા પણ હાણ ન થઈ એથી લેકેએ સુદત્તની વિશેષ પ્રશંસા કરી. “ક્ષમાપ્રધાન જૈન ધર્મનું કેવું માહાસ્ય છે” એમ સમજી લેકે વિશેષ રીતે ધર્મકાર્યોમાં ઉદ્યમવંત થયા.
સમય જતાં પિતાના કુટુંબનાં બધાં ય કામકાજ નાના ભાઈને ભળાવીને સુદત્તે દીક્ષા લીધી. સૂત્ર અને તેના પરમાર્થને સમજી લીધા. પછી તે વિહાર કરતા કરતવિચરતે કલંચુબા નામના નાના ગામમાં આવી પહોંચ્યા. ત્યાં એક વાર તે, ગામ બહાર કાઉસગ્ગ ધ્યાનમાં ઊભે રહ્યો હતો એવામાં પેલા ચેરેમાંથી જે ચેર નાસી છૂટ્યા હતા તેમના જેવામાં આવ્યું અને તેમણે તેને ઓળખી કાઢ્યો. પછી એમના મનમાં એમ થયું કે તે વખતે આપણને જે અનર્થ થયે, આપણામાંના કેટલાકને ત્યાં ને ત્યાં જ ઠાર કર્યા અને કેટલાક આપણે નાશી આવ્યા એ બધી આફતનું કારણ આ જ માણસ છે. એવી જાતની શંકાને લીધે તેઓએ આ સુદત્તને અનેક પ્રકારે હેરાન કરવા માંડ્યો. એથી એ અચાનક આવી પડેલી આફતને સારી રીતે સહન કરતે તે વિચારવા લાગે
શ્રી જિન ભગવાનનાં વચનનું રહસ્ય પ્રશમપ્રધાન છે. એમ સમજીને હે જીવ! આ તકલીફ આપતા-માર મારતા અજ્ઞાન લેકે તરફ ષ ન કરીશ. શ્રી આર્ય સકંદ મુનિવરોએ પિતાના શરીરને યંત્રમાં પીલાતું જોયું છતાં એવું ન સહી શકાય એવું ય મહાકષ્ટ સારી રીતે સહન કર્યું હતું તે આ માર તો એની પાસે શી વિસાતમાં છે? સવનુભૂતિ વગેરે શ્રમણ સિંહાએ કષાને જીતી લઈ ગોશાલકે તેમના ઉપર નાખેલી તેલેશ્યાની આગથી જે બળતરા તેમને થઈ અને એ બળતરાને લીધે બળી ગયેલા તેમને જે તીવ્ર દુઃખ થયું તે પણ તેમણે સહ્યું હતું. ખૂદ અરિહંત ભગવંતને પણ પૂર્વભવમાં કરેલાં દુષ્કૃતના વિપાકોને સહવા પડે છે તો હે જીવ! તું શા માટે નબળાઈને ધારણ કરે છે? એ પ્રમાણે વિચાર કરતાં નિર્મળ સ્વભાવનાં પવિત્ર પાણીથી તેના બધાં પાપમળે છેવાઈ ગયાં અને તે મહાત્મા કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધ સ્વર્ગમાં ઉત્તમ દેવ થયા, આ રીતે ઉપશાંત લેકે આ જન્મમાં અને પરજન્મમાં અતુલ સુખ પામે છે, એમ વિચાર કરતો એ કે હાય - કે જે અકષાયભાવમાં પિતાને સ્થિર ન કરે? જ્યાં સુધી પ્રાણીનું મન કોધ, માન, માયા અને લેભને વશ થઈ મલિન થતું નથી ત્યાં સુધી જ બધા ગુણે બરાબર. રહે છે, ત્યાં સુધી જ મતિ કામ કરે છે અને ત્યાં સુધી જ જગતમાં યશ વધે છે. તથા ત્યાં સુધી જ લેકે તેને દેવ અને ગુરુની પેઠે પૂજે છે. પરંતુ જ્યારે પ્રાણી કષાયોને વશ થઈ મલિનતા પામે છે ત્યારે તે તે એક તણખલા કરતાં ય વધુ હલકે બની જાય છે. આ વિષે હવે વધારે કહેવાથી શું? પરંતુ જે લેકે ઉપશમ વગરના છે તેમના બધાં ધર્મકર્મ નકામાં છે માટે સર્વ પ્રકારે કષા ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. વળી –
જેમ કે ઈ પુરુષ, રસકૂપિકામાંથી કોટી પ્રવેધક રસને ટીપે ટીપે ખીજડાના ઝાડનાં
"Aho Shrutgyanam