________________
કષાયરહિતને જ મુક્તિપ્રાપ્તિ
: કથારન–કેશ : પાંદડાનાં પડિયાએવડે લાંબા સમય સુધી ભેગું કરતાં કરતાં પોતાની બુદ્ધિને અવ્યગ્ર રાખે અને પોતાના શરીરને થાક પણ ન ખાવા છે, એ રીતે ભરતાં ભરતાં તે, એક મોટું ન ભરી શકાય એવું પણ કામ એ રસથી ભરી ઘે, પણ પછી કઈ પણ રીતે કઈ પણ પ્રકારના કુવિકલ્પ ઉઠતાં એ રસને તે, સરગવાનાં પાંદડાના પડિયાઓ વડે જલદી ફેંકી દે. તે જ પ્રમાણે કવાને લીધે ડોળાયેલે પુરુષ અબજો વર્ષ સુધી પણ આચરેલા સુકૃતને એક જ ક્ષણમાં હણી નાખે છે-હારી બેસે છે. વળી, જે પ્રકારે કષાયેલા રંગવાળા કપડા ઉપર બીજે રંગ બેસે છે, તેલ ચોળેલા શરીર ઉપર ધૂળ ચુંટે છે, ચકખા આરિસા ઉપર ગમે તેવું પણ પ્રતિબિંબ પડે છે, તે જ પ્રકારે કષાયવાળા પ્રાણીને પાપને લેપ લાગે છે. જે પુરુષ ભલે સંસારવાસમાં વસતે હોય છતાં ય સર્વનાશી પ્રબળ કષાયની આગની તીવ્ર જવાળાના સંતાપને લીધે જેની શાંતિ લેશ પણ ખસતી નથી અને જે સુનિવૃત્ત છે તે પુરુષ મુક્તિનાં સુખને પામે એમાં કશું ય આશ્ચર્ય નથી.
શ્રી કલારત્નકેશમાં ઉપશાંતના ઉદાહરણ પ્રસંગે સુદત્તનું કથાનક સમાપ્ત (૨૫).
"Aho Shrutgyanam